પોરબંદર ખારવા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સ્ટેશનરી કીટ આપી થયું સન્માન

  • April 03, 2021 10:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પોરબંદર ખારવા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સ્ટેશનરી કીટ આપી સન્માન થયું હતું.
સાગર પુત્ર સમન્વય સંસ્થા પોરબંદરમા સેવાકીય કાર્ય કરવા સતત સક્રિય અને કાર્યરત છે. પોરબંદરમાં વસતા ને ધોરણ 6 થી 12 મા અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થિની માર્કશીટ મંગાવવામાં આવી હતી. તેનું મેરીટ લીસ્ટ બનાવી દરેક ધોરણ ના પ્રથમ 10 ક્રમાંકે આવેલા દરેક વિદ્યાર્થીને વિદ્યા અભ્યાસ મા પ્રોત્સાહન આપવા અને મારી અભ્યાસની મહેનતની, ખુશીની કદર કરી, મારો પરિવાર, કુટુંબ, સગાવ્હાલા તો ઠીક પણ સાગર પુત્ર સમન્વય સંસ્થા પણ ખુશ થઈ મને વ્યક્તિગત પ્રોત્સાહન આપે છે જેથી મારે વધુ મા વધુ અભ્યાસમાં મહેનત કરી આગળ આવવું જોઈએ....એવો હકારત્મક વિચાર સગીર અવસ્થામાં જ તેમનામા રોપી, તેમની અભ્યાસ કરવાના મનોબળ ને પ્રોત્સાહન આપવાના શુભ આશયથી આવેલી માર્કશીટ માંથી કુલ 70 વિદ્યાર્થીઓને રોકડ ઈનામ, સ્કુલ બેગ, નોટબુકો, પેનનું ઈનામ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત 70 જેટલા અન્ય વિદ્યાથીઓને પ્રોત્સાહન પે સ્કુલબેગ તથા પેન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આમ કુલ ખારવા સમાજના ધોરણ 6 થી 12 મા અભ્યાસ કરી રહેલા 160 જેટલા વિદ્યાર્થીને તેમની ઉજ્જવળ કારકિર્દીના ઘડતર માટે પ્રોત્સાહન આપી વિચારબીજ રોપવાના એક પ્રગતિશીલ અને ક્રાંતિકારી પ્રયત્ન તદ્દન નિસ્વાર્થભાવે કરવામાં આવ્યો. સમગ્ર ખારવા સમાજના ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થી માત્રને શિક્ષણમાં પ્રોત્સાહન આપવા માટે સગાવ્હાલા, કુટુંબ કે પરિવારના ભેદભાવ વગર પ્રોત્સાહન આપવા નો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. અને આમ કરી ને સંસ્થા એ એક વધુ વખત પોતાની જ્ઞાતિ પ્રત્યેની જવાબદારી નિભાવી દાખલો બેસાડ્યો છે.
પોરબંદરની જાણીતી સામાજિક સેવાભાવી સંસ્થા ‘‘સાગર પુત્ર સમનવય’’ દ્વારા સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવાના સ્વ. માતુશ્રી નાથીબેન રતનશી ખોરાવાં ને વિધાપ્રેમ ખૂબ જ હતો જેથી આ કાર્ય કરવાની પ્રેરણા સંસ્થા ને મળી હતી.
સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા, મહેન્દ્રભાઈ જુંગી, હરજીવનભાઈ કોટિયા, અશોકભાઈ ડી. ગોહેલ તથા મહિલા પ્રમુખ લીલાબહેન મોતિવરસ, ઉમાબેન ખોરાવા, રેખાબેન જુંગી, દેવેશ્રી ખોરાવા દ્વારા આયોજન કરવામાં આવ્યું. આવા કાર્યો આ રીતે આ સંસ્થા કોરોના મહામારીના આ સમયમાં અવારનવાર કરતી રહી છે. જે પોરબંદર વિસ્તારની એકમાત્ર સંસ્થા છે. જ્ઞાતિજનોની શુભેચ્છાઓ અવારનવાર સંસ્થાના હોદ્દેદારો ને મળતી રહે છે જે આવા કાર્યો કરવા સતત પ્રોત્સાહન આપે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS