સસ્તા અનાજના વેપારીઓની હડતાળ શરૂ, જન્માષ્ટમીના તહેવાર પર જ જરૂરિયાતમંદ ખાંડ, તેલ, દાળ, ચણા જથ્થો નહીં મેળવી શકે

  • September 01, 2023 04:13 PM 

અનાજમાં ઘટ, કમિશન સહિતના પડતર પ્રશ્નોના ઉકેલ માટે આખરે વ્યાજબી ભાવના દુકાનદારોએ સરકાર સામે રણશિગુ ફંકયું છે આજથી રાયની ૧૭ હજાર દુકાનદારોએ હડતાલનું એલાન આપતા શ્રાવણના તહેવારોમાં ગરીબ લોકોને, રેશનકાર્ડ ધારકોની તેલ ખાંડ અને અનાજ થી વંચિત રહેવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વ્યાજબી ભાવના દુકાનદારો અને સરકારના વિખવાદમાં તહેવાર ટાણે ગરીબોને આકરી કસોટી શ થઈ છે.વ્યાજબી ભાવના દુકાનદારોના સંગઠને રાજયભરમાં માલ નહીં ઉપાડવાનું અને વિતરણ પણ નહીં કરવાનું નકકી કરી દીધું છે. વ્યાજબી ભાવના દુકાનદારોની લાંબા સમયથી પડતર માંગણીઓ સ્વીકારવામાં આવતા બંને એસોસિએશન તરફથી જન્માષ્ટ્રમીના તહેવાર પર જ લાભાર્થીઓને તેમને મળવા પાત્ર અનાજ ખાંડ તેલ દાળ ચણાનો જથ્થો વિતરણ ન કરવા માટે સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ગુજરાતના વ્યાજબી ભાવના તમામ દુકાનદારો અસહકાર આંદોલનની શઆત કરી છે અને સપ્ટેમ્બરના તહેવાર નિમિત્તે ગરીબ લાભાર્થીઓને આપવામાં આવતો તેલ ખાંડનો જથ્થોનું વિતરણ કરશે નહિ.


સરકાર દ્રારા ઓગસ્ટ ૨૦૨૨ માં ઓછામા ઓછુ ૨૦,૦૦૦ કમિશન તથા એક ટકો વિતરણ ઘટ આપવા માટે લેખિતમાં સંમતિ આપવામાં આવેલ હતી અને સરકાર દ્રારા નિમાયેલી કમિટી દ્રારા પણ આ અંગે દરખાસ્ત કરી દેવામાં આવેલ છે છતાં અધિકારીઓની મનમાનીથી આજદિન સુધી દુકાનદારોના આ પડતર પ્રશ્નોને નિકાલ કરવામાં આવ્યો નથી. જેની સામે આખરેના છૂટકે સરકાર સામે અસહકાર આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. ગત તા.૨૨ ઓગસ્ટના રોજ આ બાબતે સરકાર સાથે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application