પોરબંદર કોસ્ટગાર્ડના ભાથામાં અતિઆધુનિક ‘સજાગ’ શીપ કાલથી કાર્યરત 

  • June 11, 2021 05:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતની દરિયાઇ સુરક્ષા વધુ મજબુત બનશે: મેક ઇન ઇન્ડિયા પ્રોજેકટ હેઠળ  તૈયાર થઇ છે સંપુર્ણપણે સ્વદેશી શીપ

ગુજરાતના સમુદ્ર કીનારાથી પાકીસ્તાન ખુખ જ નજીક છે તેથી સંવેદનશીલ ગણાતા ગુજરાતના સમુદ્રમાં કેન્દ્ર સરકાર દ્વારા કોસ્ટગાર્ડ અને નેવીમાં અવાર-નવાર  નવા નવા જહાજો અને શીપનો ઉમેરો થાય છે તે રીતે પોરબંદર કોસ્ટગાર્ડના ભાથામાં આવતીકાલે અતિઆધુનિક સજાગ શીપનો ઉમેરો થશે અને તે કાલથી કાર્યરત થશે.  જેનું લોકાર્પણ કોસ્ટગાર્ડની જેટી ઉપર કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના સમુદ્ર કીનારાને વધુ મજબુત બનાવવા માટે અનેકવિધ પ્રયાસો મેક ઇન ઇન્ડિયા હેઠળ થઇ રહ્યા છે જેમાં સજાગ નામની શીપ કોસ્ટગાર્ડના ભાથામાં ઉમેરાઇ છે જે સંપુર્ણપણે સ્વદેશી છે અને તાજેતરમાં જ  નેશનલ સીકયુરીટી એડવાઇઝર (એનએસએ) અજીત ડોવેલના હસ્તે ઇન્ડિયન કોસ્ટગાર્ડ ઓફસોર પેટ્રોલ વેસલ સજાગ ને લોકાર્પણ કરવામાં આવ્‌યું હતું.  આ શીપનું ગોવા શીપયાર્ડ લીમીટેડ ખાતે નિમર્ણિ થયું છે અને અન પ્રકારની કુલ પાંચ ઓફસોર પેટ્રોલ વેસલને ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે જેમાંથી આ ત્રીજા નંબરની શીપ છે જે પોરબંદરના કોસ્ટગાર્ડને આવતીકાલ તા. 12/6/2021 ના સવારે 9:30 કલાકે કોસ્ટગાર્ડની જેટી ઉપર અર્પણ કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા વિઝન હેઠળ આ શીપને બનાવવામાં આવી છે જેમાં એડવાન્સ ટેકનોલોજી ઇકવીપમેન્ટ, હથિયાર અને સેન્સર છે અને અનેક પ્રકારે કોસ્ટગાર્ડની કામગીરીમાં ઉપયોગી સાબિત થશે. ગોવા ખાતે 30 મે ના રોજ આ શીપનું લોકાર્પણ કરવામાં આવ્‌યું હતું અને ત્યારબાદ હવે પોરબંદર આવી પહોંચતા આવતીકાલે પોરબંદરની કોસ્ટગાર્ડ જેટી ખાતે તેનું લોકાર્પણ કરવામાં આવશે. પોરબંદરના દરિયામાંથી કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવતી સર્વેલીયન્સની કામગીરી માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. ભારતીય કોસ્ટગાર્ડના કાફલામાં કુલ 1પ7 શીપ અને 6ર એરક્રાફટ છે જેમાં વધુ એક ઉમેરો થયો છે.

બોફોર્સ ગન સાથેનું જહાજ ર6 નોટની ધરાવે છે સ્પીડ 
પોરબંદરને અર્પણ થનાર સજાગ શીપ અતિઆધુનિક સુવિધાઓ સાથેની છે જેમાં 40/60 બોફર્સ ગન અને બે 1ર.7 એમ.એમ. ગન્સ ફીટ કરવામાં  આવી છે અને એક ટવીન એન્જીન હેલીકોપ્ટર પણ આ શીપમાં રહી શકે છે તેમજ 4 હાઇસ્પીડ બોટ અને બે ઇનફલેટેબલ બોટ સર્ચ અને રેસ્કયુ માટે રહેશે.  આ શીપ માં 9100 કીલો વોટના બે ડીઝલ એન્જીન ફીટ કરવામાં આવ્યા છે જેના દ્વારા ર6 નોટની મહત્તમ સ્પીડ સાથે દરિયામાં જઇ શકે છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS