ગિરનાર આંબવા જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં 39મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે.સ્પર્ધામાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરવા માટે 20 દિવસનો વધારો કરવામાં આવ્યો છે.સ્પર્ધકો 4 નવેમ્બર સુધી અરજી કરી શકશે.
યુવાઓના સાહસને પડકારતી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું દર વર્ષે રાજ્ય અને રાષ્ટ્રીય બે કક્ષામાં આયોજન કરવામાં આવે છે. ભાઈઓ માટે ગીરનાર તળેટીથી અંબાજી મંદિર સુધી 5500 પગથીયા અને બહેનો માટે માળી પરબ સુધીના 2200 પગથીયા ચઢીને ઉતરવાના રહેશે.ભાઇઓએ 2 કલાક અને બહેનોએ 1:15 કલાકમાં સ્પધર્િ પૂર્ણ કરવાની રહે છે. જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં 39મી રાજ્યકક્ષાની આરોહણ અવરોહણ સ્પધર્નિું આયોજન કરવામાં આવ્યું છે. સિનિયર-જુનિયર ચારેય કેટેગરીમાં ભાગ લેવા માટે 14 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશનની તારીખ રાખવામાં આવી હતી. આજે રજીસ્ટ્રેશનની મુદત પૂર્ણ થતા વધુ 20 દિવસ સુધી મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. સ્પર્ધકો તા.4 નવેમ્બર સુધી અરજી કરી શકશે. ગત વર્ષે રાજ્ય કક્ષાની સ્પધર્મિાં 20 જિલ્લ ાના 1175 સ્પર્ધકોએ નોંધણી કરાવી હતી. જિલ્લ ા યુવા વિકાસ અધિકારી નયના વાળાના જણાવ્યા મુજબ 15 ઑક્ટોબર સ્પધર્મિાં નોંધણી માટે અંતિમ દિવસ હતો. દર વર્ષ કરતા આ વર્ષે રજીસ્ટ્રેશન વહેલું શરૂ કરવામાં આવ્યું હતું. અંદાજિત અગિયારસોથી વધુ સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. હજુ વધુ સ્પર્ધકો ભાગ લઈ શકે તે માટે અરજી કરવાની તારીખ લંબાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech