રાજયકક્ષાના પોષણ ઉડાન કાર્યક્રમ મંત્રી બાબરિયાના હસ્તે પ્રારંભ

  • January 10, 2025 10:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોષણ માનવીની શારીરિક ખામીઓને દૂર કરીને દરેક બાળક અને મહિલાને શ્રે  પોષણ સેવા ઉપલબ્ધ કરાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે રાયકક્ષાના પોષણ ઉડાન: ૨૦૨૫ કાર્યક્રમને એકતાનગરના વ્યુ પોઈન્ટ–૧ ખાતેથી મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ કુલ . ૧૨૪૭ લાખના ખર્ચે ૫૮ આંગણવાડી કેન્દ્રોના ઈ–ભૂમિ પૂજનની સાથે કાર્યક્રમનો શુભારભં કરાવ્યો હતો. જેમાં જીએસપીસીના સીએસઆર ભંડોળ હેઠળ સમગ્ર દેશમાં પ્રથમ વાખત લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ (એલજીએસએફ) ટેકનોલોજીનો વપરાશ કરી મહત્વકાંશી દાહોદ જિલ્લ ામાં ૨૯ અને નર્મદા જિલ્લ ામાં ૨૫ તેમજ ગાંધીનગર જિલ્લ ાના ૪ મળીને કુલ ૫૮ આંગણવાડી કેન્દ્રોનો સમાવેશ થાય છે. પોષણ ઉડાન અંતર્ગત પતંગોત્સવ થકી પોષણ વિશે જાગૃતિ લાવવાના હેતુથી આયોજિત આ પ્રસંગે મંત્રી બાબરીયાએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદીની સુપોષિત રાય બનાવવાની ઝુંબેશને વધુ વેગવાન બનાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ટીમ ગુજરાતે પોષણની ઉડાનને વધુ મજબૂતાઇથી પ્રોત્સાહિત કરી છે.મંત્રીએ કહ્યું કે, પોષણ ઉડાનની પતંગને રાયના ઘરેઘર પહોંચાડવા માટે રાય સરકાર અને જિલ્લ ા વહીવટી તત્રં સહિત પ્રજાની ભાગીદારી ખૂબ મહત્વપૂર્ણ છે. પોષણ ઉત્સવને જનભાગીદારીથી જનઆંદોલન તરફ લઈ જવાની જવાબદારી સૌની છે. મકરસંક્રાંતિના પર્વ સાથે પોષણ ઉડાન કાર્યક્રમને જોડવાનો એકમાત્ર આશય નર્મદા જિલ્લ ા સહિત રાય–રાષ્ટ્ર્ર્રના લોકો પરંપરાગત ખોરાક પ્રેરિત કરવા અને પૌષ્ટ્રિક ખોરાકના મહત્વ વિશે સમજણ પુરી પાડવાનો છે. બાબરીયાએ પોષણની સાથે બાળ શિક્ષણ પર ભાર મૂકતા કહ્યું કે, આજે વાલીઓની સાથે આંગણવાડી કાર્યકર બહેનો માતા જશોદા બનીને આંગણવાડી કેન્દ્રોમાં આવતા બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પીરસીને બાળકોમાં પડેલી છૂપી શકિતઓને સુપેરે બહાર લાવીને તેમની સમજશકિતનો વિકાસ કરી રહી છે, એમ જણાવી બાળપણની તમામ રમતોને જીવતં કરનારી, જ્ઞાન અને ગમ્મત સાથેના બાળપણની ભેટ આપનાર રાયની તમામ આંગણવાડી કાર્યકર બહેનોને અભિનંદન પાઠવ્યા હતા.
પોષણ ઉડાન કાર્યક્રમ દરમિયાન મંત્રી બાબરીયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે ૧૮૨ મીટર ઉંચી વિશ્વની સૌથી વિશાળ સરદાર વલ્લ ભભાઈ પટેલની પ્રતિમાને કેન્દ્રસ્થાને રાખીને ૧૮૨ રંગબેરંગી ફુગ્ગાઓને ઐંચા આસમાને ઉડતા મૂકયા હતા. કાર્યક્રમ બાદ મંત્રીએ પિંક ઓટોના માધ્યમથી એકતાનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. તેમણે સ્થાનિક પિંક ઓટોની મહિલા ડ્રાઇવર રેખાબેન તડવી સાથે સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ ગ્રામીણ ક્ષેત્રમાં શિક્ષણ, પોષણ અને સ્વાસ્થ્યના સ્તરને ઐંચું લાવવા બદલ અને વિકસિત રાષ્ટ્ર્રના નિર્માણમાં મહિલાઓની સહભાગીદારી સુનિશ્ચિત થાય તે દિશામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાય અને કેન્દ્ર સરકારની કામગીરીનો ઉલ્લ ેખ કરી જનલક્ષી યોજનાઓનો બહોળો લાભ મેળવવા સૌને અનુરોધ કર્યેા હતો.
મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી રાકેશ શંકરે પણ 'મહિલા–બાળ' ના આરોગ્ય અને પોષણ માટે સરકારના અવનવા કાર્યક્રમો, ઝુંબેશો, આયોજનોમાં નાગરિકોની ઉર્જાયુકત જનભાગીદારી માટે સૌને પ્રોત્સાહિત કર્યા હતા.કાર્યક્રમ પ્રસંગે બાળ કલાકારોએ અભિનયગીત પ્રસ્તુત કયુ હતું. મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોની પ્રસ્તુતિને રસપૂર્વક નિહાળી હતી. મંત્રીએ માતૃવાત્સલ્ય અભિગમ સાથે આત્મીય સંવાદ સાધીને બાળકોને ઉવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી પ્રોત્સાહિત કરી ભેટ અર્પણ કરી  હતી. પોષણના સથવારે આંબીશુ આકાશે ની સુંદર થીમ સાથે યોજાયેલા પોષણ ઉડાન કાર્યક્રમમાં બાળકોએ પોષણ આધારિત કવીઝ, સૂત્રલેખન, પતગં બનાવવાની સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓમાં ઉત્સાહથી ભાગ લીધો હતો. વધુમાં નાના બાળકો માટે રમતસ્પર્ધા પણ યોજાઈ હતી. કાર્યક્રમના પ્રારંભે મંત્રી બાબરીયાએ શિયાળામાં બનતી વૈવિધ્યસભર વાનગીઓ તેમજ પ્રાદેશિક પૌષ્ટ્રિક વાનગીઓ, સરગવા જેવા સુપર ફડની વિશેષતા અને લીલા શાકભાજીઓનું મહત્વ, લોહતત્વનું મહત્વ, ટેક હોમ રાશન અને અન્ન (મિલેટસ) તેમજ તેમાથી બનતી વાનગીઓ, વિટામિન–સી ગ્રીન સલાડ, ફણગાવેલા કઠોળ, મિક્ષ કઠોળ, ફળોનું મહત્વ સમજાવતા વિવિધ સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી.
પોષણ સુધા યોજના, વ્હાલી દીકરી યોજના, દૂધ સંજીવની યોજના, મુખ્યમંત્રી માતૃશકિત યોજના, બાળશકિત, વન સ્ટોપ સેન્ટર ખાતે ઉપલબ્ધ સેવાઓની સ્ટેન્ડીઓ થકી લોકોને જાણકારી પુરી પાડીને જાગૃત કરવાનો પરિણામલક્ષી જાગૃતિ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
રાયકક્ષાના પોષણ ઉડાન કાર્યક્રમ મંત્રી બાબરિયાના હસ્તે પ્રારંભ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application