દેશભરમાં પરિવાર તથા સ્નેહી-સબંધીઓ સાથે હળીમળીને દિવાળીની ઉજવણી થઈ રહી છે ત્યારે પોતાના પરિવાર સાથે તહેવાર મનાવવાની ઈચ્છાને દબાવીને રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ફરજ પર તૈનાત રહેનાર પોલીસ અધિકારી કર્મચારીઓ તથા તેમના પરિવારજનો સાથે આજે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે દિવાળી પર્વની ઉજવણી કરી હતી.
રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે વડોદરા જીલ્લા પોલીસ હેડ ક્વાર્ટરની મુલાકાત લઈ જીલ્લા પોલીસ પરીવારના સભ્યોને મીઠાઇ તેમજ આર્શીવાદરૂપી ભેટ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યાર બાદ જીલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓને પ્રસંશાપત્ર આપી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
પોલીસ પરીવાર તેમજ પોલીસ અધિકારી-કર્મચારીનાઓએ સંબોધન કરતા શ્રી વિકાસ સહાયે કહ્યું હતું કે, આપણે સૌએ ગુજરાત પોલીસનું જે સૂત્ર છે 'સેવા, સુરક્ષા અને શાંતી' તે સાચા અર્થમાં ચરિતાર્થ કરવા પ્રયત્નશીલ રહી સંવેદનશીલ અને સકારાત્મક અભિગમ અપનાવવો જોઈએ અને નાગરિકોની સેવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ.
શ્રી વિકાસ સહાયે વડોદરા જીલ્લા હેડ ક્વાર્ટરના બેડમીન્ટન કોર્ટ, નેત્રમ કમાન્ડ એન્ડ કંટોલ રૂમ તેમજ આંગણવાડીની મુલાકાત લઈ પોલીસ પરીવારના નાના ભુલકાઓ સાથે વાર્તાલાપ કરી દિવાળીની શુભેચ્છા પાઠવી ચોકલેટ વિતરણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનીચાજોણું ? છ–છ ગુનાનો વોન્ટેડ આરોપી પોલીસ મથકમાંથી પોબારા ભણી ગયો છતાં બચાવ
November 21, 2024 02:42 PMભુવાના કહેવાથી તેના સાળા સાથે ત્યકતાએ લગ્ન કર્યા: બીજી સ્ત્રી સાથે અફેર છે કહી પતિએ તરછોડી
November 21, 2024 02:40 PMરાજકોટમાં ફરી ગુના આચરેે તે પૂર્વે છારા ગેંગની બેલડી ઝબ્બે
November 21, 2024 02:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech