રેડક્રોસ ભાવનગર ની સેવાઓ ને રાજ્ય કક્ષાએ કુલ સાત એવોર્ડ એનાયત થશે રાજ્ય ના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય ના હસ્તે રાજ્ય ના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને રેડક્રોસ રાજ્ય ના ચેરમેન અજય પટેલ ની વિશેષ ઉપસ્થિતિ માં ગાંધીનગર, રાજભવન ખાતે સમારોહ માં આ આવોર્ડ ભાવનગર રેડક્રોસ ના હોદ્દેદારો સ્વીકારશે.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર ની અનેક માનવતા વાદી સેવાઓ ને ધ્યાન માં રાખી ને વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૩-૨૪ ના વર્ષ ના કુલ સાત એવોર્ડ મળી રહ્યા છે જેમાં રાજ્ય માં ભાવનગર રેડક્રોસ ને રાજ્ય માં દેહદાન, ચક્ષુદાન અને અંગદાન સેવાઓ માટે પ્રથમ અને જ્યારે વર્ષ ૨૨-૨૩ માં શ્રેષ્ઠ જિલ્લા શાખા માં રનર્સપ બીજા ક્રમે તથા પ્રાથમિક સારવાર અને જુનિયર રેડક્રોસ સેવાઓ માટે બીજા ક્રમ ના એવોર્ડ મળી રહ્યા છે જ્યારે વર્ષ ૨૩-૨૪ માટે રાજ્ય માં પ્રથમ ક્રમાંકે રેડક્રોસ ભાવનગર ને રાજ્ય ની શ્રેષ્ઠ શાખા તરીકે એવોર્ડ પ્રાપ્ત થશે તેમજ પ્રાથમિક સારવાર ની સેવાઓ અને અંગદાન, ચક્ષુદાન અને દેહદાન માં રાજ્ય ની શ્રેષ્ઠ સેવાઓ નો એવોર્ડ આપવા માં આવશે.
આમ ગત બન્ને વર્ષ માં રેડક્રોસ ભાવનગર ની સેવાઓ ને રાજ્ય ની શ્રેષ્ઠ સેવાઓ તરીકે ધ્યાન માં રાખી ને કુલ સાત એવોર્ડ એનાયત કરવા માં આવી રહ્યા છે જે ભાવનગર માટે અને રેડક્રોસ ભાવનગર માટે ગૌરવ ની બાબત છે.ભાવનગર રેડક્રોસ સોસાયટી ની વિવિધ માનવતાવાદી સેવાઓ માટે પણ તેમને એવોર્ડ થી સન્માનિત કરવા માં આવશે જેમાં ખાસ રેડક્રોસ ભાવનગર દ્વારા સાર્વજનીક દવાખાના, વિનામૂલ્યે ચાલતી બે હોસ્પિટલ, બ્લડ બેન્ક, જનરીક મેડિકલ સ્ટોર, લેબોરેટરી, એમ્બ્યુલન્સ સેવા, ફિઝિયોથેરાપી સેન્ટર, ડેન્ટલ ક્લિનિક, પ્રાથમિક સારવાર,ડિઝાસ્ટર મેનેજમેન્ટ, હેલ્થ કેર એટેન્ડન્ટ ના અભ્યાસક્રમ, ચક્ષુદાન, દેહદાન, એમ્બ્યુલન્સ તથા મેડિકલ ઓક્સિજન સેવા, બાળકો નું સંપૂર્ણ રસીકરણ, મેમોગ્રાફિ સેવાઓ,ઓક્યુપેશનલ હેલ્થ સેવાઓ,જુનિયર અને યુથ રેડક્રોસ સેવાઓ,પ્રાથમિક સારવાર તાલીમ, ઇમરજન્સી મેથડ તાલીમ, થેલેસીમિયા પરીક્ષણ માટે સેટેલાઇટ સેન્ટર, થેલેસીમિયા બાળકો માટે બ્લડ ટ્રાન્ફ્યુઝન કરવા ની સેવાઓ, ત્રણ મોબાઈલ ક્લિનિક, એક ડાયગ્નોસ્ટિક મેડિકલ વેન, હિમોફિલિયા ટ્રીટમેન્ટ સેન્ટર, ઉપરાંત કિડની, કેન્સર,ના દર્દીઓ માટે સ્પે.પ્રોગ્રામ,અને આ ઉપરાંત બેટી વધાવો, વ્યસન મુક્તિ, રોડ સેફટી, માતૃ સ્વાસ્થ્ય, એઇડ્સ અવેરનેસ,પર્યાવરણ જાગૃતિ, કાર્યક્રમો ચલાવે છે અને આરોગ્ય ની ૪૭ થી વધુ સેવાઓ હાલ માં દાતાઓ ના સહકાર દર્દીઓ માટે ચલાવવા માં આવી રહી છે જેનો વર્ષે ૩ લાખ કરતા વધુ લોકો લાભ લઈ રહ્યા છે. અને જે ૨૪ કલાક સેવાઓ આપી રહી છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ની સેવાઓ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે અલંગ ખાતે પાંચ જેટલા આરોગ્ય કાર્યક્રમો ચલાવી ને સેવાઓ ને વધુ સક્ષમ બનાવવા માં આવી છે. અને આ સેવાઓ દાતા પરિવાર ના સહકાર થી ચલાવવા માં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech