રાજય ઉર્જા મંત્રી સૌરભ પટેલ દેવસ્થાન સમિતિના અધ્યક્ષ છતાં બેટ દ્વારકામાં ત્રણ દિવસથી અંધારપટથી લોકો પરેશાન

  • May 25, 2021 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભગવાન દ્વારકાધીશના શયનક્ષ્ોત્ર તરીકે ખ્યાતનામ બેટ દ્વારકા તીર્થધામમાં ઇલેક્ટ્રિસીટી ના અભાવે છેલાં ત્રણ દિવસથી અંધારપટ છવાયો છે. યાત્રાધામમાં આવેલ બેટ દ્વારકાધીશ જગતમંદિરનું વ્યવસ્થાપન કરતી બેટ દેવસ્થાન સમિતિના પ્રમુખપદે રાજયના ઉર્જા મંત્રી સૌરભ પટેલ હોવા છતાં યાત્રાધામમાં ત્રણ-ત્રણ દિવસથી અંધારપટ્ટ છવાયો હોય આશરે દસ હજારની વસ્તી ધરાવતાં ટાપુ વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. આધારભૂત વર્તુળોમાંથી મળતી માહિતી અનુસાર બેટમાં આશરે આઠ દિવસથી થ્રી-ફેઇઝ લાઇનો બંધ હોય જેનું રીપેરીંગ કામ દરમ્યાન સીંગલ ફેઇઝ લાઇનમાં પણ ખામી સર્જાતા બેટવાસીઓની સમસ્યામાં ક્રમશ: વધારો થયો છે.

અધિકારીઓ જવાબ દેતા નથી : સ્થાનીય વેપારી અગ્રણી

બેટમાં વિજળીની વર્તમાન સમસ્યા અંગે બેટના વેપારી અગ્રણી કિશોરભાઇ મજીઠીયા સાથે થયેલ ટેલીફોનીક વાતચીતમાં તેઓ દ્વારા પીજીવીસીએલના અધિકારીઓ જવાબ દેતા ન હોવાની ફરીયાદ સાથે લાઇટ ન હોય વ્યાપક પરેશાનીની ફરીયાદ કરી છે.

સાંજ સુધીમાં રીપેર થવા શક્યતા: ના.કા.ઇ. પટેલ

બેટની વિજળી સમસ્યા અંગે ઓખા પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર પટેલને પૂછતાં તેઓએ વર્તમાન સમસ્યાના નિરાકરણ માટે પીજીવીસીએલ તંત્ર કાર્યરત હોવાનું અને શક્યત: સાંજ સુધીમાં રીપેર થઇ જવાનો આશાવાદ વ્યક્ત ર્ક્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS