રાજ્યના ચૂંટણી કમિશનર હારિત શુક્લાને વધારાનો ચાર્જ સોંપાયો

  • October 10, 2024 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા ગઈકાલે સાંજે સિંગલ ઓર્ડરથી સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના અગ્ર સચિવ તરીકે 1998ની બેચના મોહમ્મદ શાહીદની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે અન્ય એક આઇએએસ અધિકારીને વધારાનો ચાર્જ સોપવામાં આવ્યો છે.
વર્ષ 1998 બેચના મોહમ્મદ શાહિદ અત્યાર સુધી સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન- સ્પીપા ખાતે ડિરેકટર જનરલ તરીકે રેગ્યુલર પોસ્ટિંગ સાથે વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ તથા એનઆરઆઇ પ્રભાગનો વધારાનો હવાલો સંભાળતા હતા, એમને હવે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં અગ્ર સચિવ તરીકે મૂક્વામાં આવ્યાં છે. અત્યાર સુધી એસીએસ સુનયના તોમર વધારાના ચાર્જ સ્વરૂપે સંભાળતા હતા.
જ્યારે 1999 બેચના હારિત શુક્લા જેઓ અત્યારે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવે છે, તેમને વધારાની જવાબદારી રૂપે સ્પીપાના ડીજી તથા વહીવટી સુધારણા તાલીમ અને એનઆરઆઇ પ્રભાગ સોંપાયા છે. કેન્દ્રીય ચૂંટણી પંચની ગુજરાત ઓફિસના સીઇઓને સ્પીપા તથા એઆરટીએનઆરઆઇનો વધારાનો ચાર્જ સોપવામાં આવ્યો હોય તેવું ગુજરાતના ઇતિહાસમાં ક્યારે બન્યું નથી જે અહીં નોંધવું રહ્યુ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application