રાજ્યના ચીફ ટાઉન પ્લાનર જામનગર શહેરની મુલાકાતે

  • November 29, 2023 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુલાબનગર એન્ટ્રી પોઈન્ટ, એમ્યુઝમેન્ટપાર્ક, સુપર માર્કેટ, જયુબેલી ગાર્ડન, સુએઝ ટ્રીમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી

રાજય સરકાર ધ્વારા સ્વચ્છતા હી સેવાની કામગીરીને વધુ અસરકારક બનાવવા તથા રાજયની તમામ મહાનગરપાલિકામાં સ્વચ્છતા હી સેવા અંતર્ગતના કાર્યક્રમોનું યોગ્ય અમલીકરણ થાય તે માટે શહેરોનું સ્થળ નિરીક્ષણ માટે ઉચ્ચ અધિકારીઓના ફીલ્ડ નિરીક્ષણ-વિઝીટના હુકમ થયા હતા, જે અંતર્ગત  જામનગર મહાનગરપાલિકાની સ્વચ્છતા હી સેવા અન્વયેની કામગીરીઓનું ફીલ્ડ નિરીક્ષણ-વિઝીટ કરવા અર્થે ચીફ ટાઉન પ્લાનર ડી. જે. જાડેજા જામનગર શહેરની મુલાકાતમાં આવ્યા હતા. જેમણે મહાનગરપાલિકાની કચેરીઓ, શહેરના મુખ્ય પ્રવેશ માર્ગો જેવા કે ખંભાળીયા-ગુલાબનગર એન્ટ્રી પોઈન્ટ, તળાવની પાળ, એમ્યુઝમેન્ટપાર્ક, સુપર માર્કેટ, જયુબેલી ગાર્ડન, સુએઝ ટ્રીમેન્ટ પ્લાન્ટ, વેસ્ટ ટુ એનર્જી્ પ્લાન્ટ વિગેરેની સ્થળ વિઝિટ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application