રાજુલા યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ

  • March 09, 2021 12:46 PM 

રાજુલા માર્કેટિંગ યાર્ડ માં ચણાની ખરીદી માટે ખેડૂતોએ ટોટલ ૩૪૦૩ ઓનલાઇન અરજીઓ કરાઈ હતી ત્યારે આજ રોજ સરકાર દ્વારા ટેકાના ભાવે રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ખરીદી  શરૂ કરવામાં ત્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.  આજ રોજ તા.૦૮/૦૩/૨૦૨૧ સોમવારના રોજ શ્રીફળ વધેરીને     સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની  ખરીદી શરૂ કરવામાં આવી રહી છે..


સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ બાદ ચણા ની ખરીદી ટેકાના ભાવે કેન્દ્રો પર શરૂ કરવામાં આવી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને ગયા વર્ષે  ચણાના રૂ ૯૭૫ આપેલ અને ચણાની ખરીદી ૨૫૦૦ કિલોની હતી ટેકાના ભાવે સરકાર દ્વારા પ્રતિ ૨૦ કિલોના ભાવ ૪૫ રૂપિયાનો વધારો જાહેર કરેલ તેમજ હેકટર દીઠ ખેડૂતને ૧૦૦૦ કિલોની કેપીસીટિ રાખવામાં આવેલ છે  સરકાર દ્વારા ચણાની ખરીદી થતાં ખેડૂતો દ્વારા જણાવાયું હતું કે અમને આ ભાવથી ખુશી છે પણ સરકાર દ્વારા ચણાની ૧૦૦૦ કિલોની જગ્યાએ વધારે ખરીદી કરવામાં આવે તો વધારે સારું રહે.ખેડૂતોની માંગ એવી પણ છે કે ચણાની   હેકટર દીઠ ૧૦૦૦ કિલો ની ખરીદી કરવામાં આવે છે જેને વધારીને ૨૦૦૦ કિલો સુધી કરવામાં આવે તેવી ખેડૂતોએ રજૂઆત કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS