રાજકોટ મહાપાલિકામાં હાલ મ્યુનિસિપલ કમિશનર રજા ઉપર છે અને મેયર નવી દિલ્હી ગયા છે તેમજ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન રામકથા અંતર્ગત સેવા કાર્યમાં વ્યસ્ત છે ત્યારે આધાર કાર્ડ કેન્દ્રમાં ગુરૂ ગયા ગોકળ અને ચેલાને થઇ મોકળ જેવી સ્થિતિ સર્જાઇ છે. સેન્ટ્રલ ઝોન કચેરીમાં આજે સોમવારની સવારે ખુલતી કચેરીએ આધારકાર્ડ કેન્દ્રમાં અંદાજે કુલ ૫૦૦ જેટલા અરજદારો ઉમટી પડા હતા અને ત્રણથી ચાર કલાક સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ માંડ વારો આવતો હતો.
દરમિયાન કલાકોથી લાઇનમાં ઉભેલી મહિલાઓને હવે આજે તમારો વારો નહીં આવે તેમ કહેતા મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો અને જો વારો આવે તેમ ન હોય તો આટલા કલાકો સુધી અમને શા માટે લાઇનમાં ઉભા રાખ્યા તેમ કહી માથાકૂટ કરી હતી. રાજકોટ શહેર ઉપરાંત અમુક મહિલાઓ તો આજુબાજુના ગામમાંથી આવ્યા હોય તેમણે એવી વિનંતી કરી હતી કે કયારે વારો આવશે તે કહો તો અમે આજુબાજુના હોટેલ રેસ્ટોરન્ટમાં જમતાં આવીએ પરંતુ સ્ટાફ દ્રારા તેમની વાત સાંભળવા આધાર કેન્દ્રમાં હંગામી ધોરણે ફરજ બજાવતા અમુક કોન્ટ્રાકટ બેઝના સ્ટાફના કર્મચારીઓના વાણી, વર્તન અને વ્યવહાર ચા કરતા કિટલી ગરમ પ્રકારના હોય તેવા કારણે મામલો વધુ બિચકયો હતો.
ઇસ્ટ અને વેસ્ટ ઝોનમાં એક મહિનાથી બધં કેન્દ્ર હવે કયારથી શરૂ થશે?
રાજકોટ મહાપાલિકાની ઇસ્ટ ઝોન કચેરી અને વેસ્ટ ઝોન કચેરીમાં છેલ્લા એક મહિનાથી આધારકાર્ડ કેન્દ્ર બધં હોય સેન્ટ્રલ ઝોન કચેરીમાં ભારે ધસારો થઇ રહ્યો છે. આધાર કાર્ડ કેન્દ્ર માટે હજુ એક વર્ષ પૂર્વે બનાવેલું બિલ્ડીંગ ટૂંકું પડવા લાગ્યું છે. જો બન્ને ઝોનલ કચેરીઓમાં ફરીથી આધાર કાર્ડ કેન્દ્ર શ થઇ જાય તો સેન્ટ્રલ ઝોન કચેરીમાં ભારણ ઘટે તેમ છે.
૧૨ કોમ્પ્યુટર ઓપરેટરનું સસ્પેન્શન રિકોલ કરતી આધારઓથોરિટી
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્રારા એપ્લિકેશન સબમિશનમાં વારંવાર ભૂલો કરતા હોય તેવા રાજકોટ મહાપાલિકાના ૧૮ ઓપરેટરને દિવાળી નજીક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, દરમિયાન ભૂલો ટેકિનકલ કારણોસર થતી હોવાનો ડિટેઇલ ઇમેઇલ કરતા હાલ ઓથોરિટીએ કુલ ૧૮ પૈકી ૧૨નું સસ્પેન્શન રિકોલ કયુ છે તેથી હવે સ્થિતિ થાળે પડશે તેમ નોડલ ઓફિસર એન.એમ. આરદેશણાએ જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech