રેલવે મંત્રાલય દ્વારા અમદાવાદથી શ્રી રામેશ્વરમ તિરુપતિ દક્ષિણ દર્શન યાત્રા ટ્રેન શરૂ કરાશે

  • June 08, 2023 09:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેલવે મંત્રાલય દ્વારા દેશની મહત્વની ઐતિહાસિક સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળો સાથે સાથે જોડાયેલ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવા માટે ‘ભારત ગૌરવ ટ્રેન’ની  શરૂઆત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં દેશભરમાં ભારત ગૌરવ ટ્રેનની 29 ટ્રીપ દોડાવવામાં આવી છે. આ અનોખી પહેલને આગળ વધારતા, ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન દ્વારા 23 જૂનના રોજ સાબરમતી સ્ટેશનથી શ્રી રામેશ્વરમ તિરુપતિ દક્ષિણ દર્શન યાત્રા શરૂ કરવામાં આવશે. આ યાત્રા 08 દિવસ સુધી ચાલશે. વધુ વિગતો અને ઓનલાઈન બુકિંગ માટે આઈઆરસીટીસીની વેબસાઇટ પરથી કરી શકાશે

આ યાત્રા સાબરમતીથી શરૂ થશે અને 7 રાત અને 8 દિવસ 23 જૂનથી 30 જૂન, 2023 સુધીના પ્રવાસમાં પાંચ યાત્રાધામોને આવરી લેશે. ટૂર પેકેજ ની કિંમત સ્ટાન્ડર્ડ 3AC માટે રૂ. 27,500 અને ઇકોનોમી સ્લીપર ક્લાસ માટે રૂ. 15,900 પ્રતિ વ્યક્તિ હશે. ટ્રેનમાં મુસાફરોને તિરુપતિ, રામેશ્વરમ, મદુરાઈ અને કન્યાકુમારીની મુલાકાત લેવાની અનોખી તક મળશે. તમામ રેલ મુસાફરોના લાભ માટે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોના 9 મહત્વના સ્ટેશનો પર બોર્ડિંગ અને મુસાફરીના અંતે.ઉતરવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.

આ પવિત્ર યાત્રાનો પ્રથમ દિવ્ય હોલ્ટ તિરુપતિ બાલાજી મંદિરના દર્શન માટે રેનિગુંટા સ્ટેશન પર હશે. આ પછી યાત્રા બીજા દિવસે પદ્માવતી મંદિરના દર્શન માટે આગળ વધશે. આગલા દિવસે યાત્રાળુઓ રામેશ્વરમ રેલ્વે સ્ટેશન પહોંચશે અને રામનાથસ્વમ જ્યોતિર્લિંગ મંદિર નાં દર્શન કરશો. આ પછી યાત્રીઓ મીનાક્ષી મંદિરના દર્શન કરવા માટે મદુરાઈ જશે. અંતે, મુસાફરો નાગરકોઈલ સ્ટેશન તરફ આગળ વધશે અને પોતે વિવેકાનંદ રોક મેમોરિયલ, કન્યાકુમારી મંદિર, સનસેટ અને સનરાઈઝ પોઈન્ટ ગાંધી મંડપમ અને કન્યાકુમારી બીચની મુલાકાત લેશે.

ટૂર પેકેજમાં તમામ પ્રવાસ સુવિધાઓ રેલ અને રોડ ટ્રાન્સપોર્ટ સહિત, સ્ટાન્ડર્ડ 3એસી માટે એસી બજેટ હોટલમાં રહેઠાણ અને ઇકોનોમી સ્લીપર ક્લાસ માટે નોન-એસી બજેટ હોટલ, ટ્વીન અને ટ્રિપલ શેરિંગ ધોરણે રૂમ, કપડાં ધોવા અને બદલવા, ની સુવિધા કેટરિંગ સવારની ચા, નાસ્તો, લંચ અને ડિનર ઓન-બોર્ડ અને ઓફ-બોર્ડ બંને, વ્યાવસાયિક અને મૈત્રીપૂર્ણ ટૂર એસ્કોર્ટ્સની સેવાઓ, ટ્રેનમાં સુરક્ષા તમામ કોચમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

આ તમામ કોચમાં મુસાફરી સહાય માટે મુસાફરી દરમિયાન જાહેર સરનામાની સુવિધા, મુસાફરી વીમો અને આઈઆરસીટીસી ટુર પ્રબંધકોની હાજરીનો સમાવેશ થાય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application