ભારત અને શ્રીલંકા સીરીઝ પહેલા દિગ્ગજ ખેલાડીએ આપી સંન્યાસની ધમકી

  • May 17, 2021 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને શ્રીલંકા વચ્ચે આ વર્ષે જુલાઈમાં વન ડે અને ટી 20  સીરીઝ પ્રસ્તાવિત છે. જોકે કોરોનાવાયરસના કારણે મેચ રમાશે કેમ તે બાબતે અનેક સવાલો છે. પરંતુ આ દરમિયાન ક્રિકેટરોનું બોર્ડ સાથે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. શ્રીલંકાની ક્રિકેટ ટીમના ખેલાડીઓએ પોતાના દેશના બોર્ડ સામે સમય પહેલાં જ સન્યાસ લેવાની ધમકી આપે છે. આ ધમકીનું કારણ બોર્ડની નવી અંક આધારિત ગ્રેડિંગ સિસ્ટમ છે. જેના માધ્યમથી ક્રિકેટરોની વાર્ષિક કમાણીનું આંકલન કરવાનું નિશ્ચિત કરાયું છે.

 

 

શ્રીલંકાના ક્રિકેટરોની માંગ છે કે, આ સિસ્ટમને વધુ પારદર્શક બનાવવામાં આવે અને તેને જણાવવામાં આવે કે ગ્રેડના આધારે કેવી રીતે અંક આપવામાં આવશે. કારણ કે તેનાથી ક્રિકેટરોની કમાણી ઉપર સીધી જ અને ઊંડી અસર પડશે. નવી સિસ્ટમ હેઠળ ખેલાડીઓને ચારચાર ગ્રુપમાં વિભાજિત કરવામાં આવ્યા છે. જેમાંથી છેલ્લા બે વર્ષમાં તેની ફિટનેસ, અનુશાસન, લીડરશીપ અને પોટેન્શિયલ, ટીમ પ્રત્યે નિષ્ઠા અને યોગદાનના આધારે અંક આપવામાં આવશે. જેમાં ક્રિકેટરોનું કહેવું છે કે, બોર્ડ આ અંગે વિસ્તૃતમાં ખુલાસો કરે આ બાબતને લઈને જ કેટલાક ખેલાડીઓએ ધમકી આપી છે કે તેઓ સન્યાસ જાહેર કરશે. જો કે જે ખેલાડીઓએ ધમકી આપી છે તેના નામ હાલ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021