ગાંધીનગર સ્થિત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં દરેક જિલ્લામાં જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ શરૂ કરવામાં આવનાર છે. જે અંતર્ગત પ્રથમ તબક્કમાં ઝોનમાં ૫ જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ શરૂ કરવામાં આવશે માટે રસ ધરાવતી સરકારી તથા ખાનગી કોલેજો કે અન્ય સંસ્થાઓએ તા.૧૫ મે થી તા.૩૦ મે સુધીમાં ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે.
જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ અંગેની ઓનલાઈન અરજી કરી શકાશે. અને કોલેજ પસંદગી માટેના ધારા-ધોરણો રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના નિયત ઠરાવમાં દર્શાવ્યા મુજબના રહેશે. જે અનુસંધાને રાજયની હયાત યુનિવર્સિટી,યુનિવર્સિટીની માન્યતા ધરાવતી કોલેજની જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ તરીકે વિચારણા કરી શકાશે. યુજીસી સાથે સંલગ્ન યુનિવર્સિટી અથવા યુનિવર્સિટી સંલગ્ન અનુદાનિત, બિન અનુદાનિત કે સ્વ-નિર્ભર કોલેજનો સમાવેશ કરી શકાશે. રમતના મેદાનો માટે ઓછામાં ઓછી ૫ એકર જમીનની ઉપલબ્ધિ યુનિવર્સિટી, કોલેજમાં ઉપલબ્ધ મેદાન અને ઈન્ડોર રમતની માળખાકીય સુવિધાઓનો પણ સમાવેશ થશે. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના જિલ્લા રમત સંકુલ નજીકની કોલેજ હોય તો તેને છુટછાટ આપી શકાશે તેમજ ડી.એલ.એસ.એસ. શાળાની નજીકની કોલેજ/યુનિવર્સિટીને અગ્રતા આપવામાં આવશે. ઓછામાં ઓછા ૨૦૦ વિદ્યાર્થીઓ,વિદ્યાર્થીનીઓ માટે હોસ્ટેલ સુવિધા અને પ્રાથમિક ખેલ સુવિધા તેમજ વિકસિત મેદાન ઉપલબ્ધ હોય તે પ્રથમ પસંદગીને પાત્ર રહેશે. જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ અંગેની વિગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ની વેબસાઈટ પરથી મેળવી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech