BREAKING NEWS

ગોંડલના ગુંદાળામાં મસાલામાં ભેળસેળનું કારસ્તાન: ૪૧.૯૧ લાખનો મસાલો જપ્ત

  • July 13, 2026 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલમાં એક માસ પૂર્વે જ ફડ વિભાગે દરોડો પાડી અલગ અલગ બે સ્થળેથી કરોડોની કિંમતના ભેળસેળયુકત મસાલાનો જથ્થો ઝડપી લીધો હતો. ત્યારે હવે રલ એસઓજી ટીમે ગુંદાળા ગામની સીમમાં આવેલ જે.પી. મસાલા નામના એકમમાં દરોડો પાડી .૪૧.૯૧ લાખનો શંકાસ્પદ મસાલાનો જથ્થો ઝડપી લીધો છે.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે ગોંડલ તાલુકાના ગુંદાળા ગામની સીમમાં મસાલના કારખાના પર ફડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને દરોડો પાડયો હતો. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી આ કારખાનામાંથી પોલીસે . ૪૧,૯૧,૩૫૦ની કિંમતનો શંકાસ્પદ ભેળસેળયુકત મસાલાનો મસમોટો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એસ.ઓ.જી. શાખાના પીઆઇ પારગી, પીએસઆઈ . ઝાલા અને તેમની ટીમ ગોંડલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, ગુંદાળા ગામની સીમમાં આવેલ 'મહાદેવ ઈન્ડસ્ટ્રીઝ' માં 'જે.પી. મસાલા' નામના કારખાનામાં મોટાપાયે ભેળસેળ ચાલી રહી છે. બાતમીના આધારે પોલીસે ફડ એન્ડ ડ્રગ્સ સેટી ઓફિસરને સાથે રાખી ગોડાઉન પર દરોડો પાડયો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, કારખાનેદાર પોતાના આર્થિક ફાયદા માટે ઓછા જથ્થામાંથી વધુ જથ્થો બનાવવા માટે મસાલાની અંદર ભારે પ્રમાણમાં ભેળસેળ કરતો હતો. આ ભેળસેળમાં ધાણાજીંની અંદર ધાણાજીંનું જ ભુસું (વેસ્ટ) ઉમેરવામાં આવતું હતું.
યારે મરચું અને હળદરમાં સસ્તા ભાવનો મકાઈનો લોટ અને પામોલીન તેલનું મિશ્રણ કરી, તેમાં આકર્ષક દેખાડવા માટે કૃત્રિમ કલર ઉમેરવામાં આવતો હતો. આ નકલી અને ઝેરી મસાલા બજારમાં અસલી તરીકે વેચીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવામાં આવી રહ્યા હતા.
પોલીસે આ મામલે ગોંડલની મુરલીધર રેસીડેન્સીમાં રહેતા અને મસાલાની ફેકટરી ચલાવતા મિતુલભાઈ ઉર્ફે મનીષભાઈ ગીરધરભાઈ બાલધા (ઉ.વ. ૩૯) સામે કાર્યવાહી કરી હતી.
દરોડા દરમિયાન ફેકટરીમાંથી શંકાસ્પદ ભેળસેળયુકત મસાલા મરચું, જીં, ધાણાજીં, હળદર નો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેની કુલ ૪૧,૯૧,૩૫૦ જેટલી મનાઇ રહી છે. પોલીસે આ તમામ મુદ્દામાલ સીઝ કર્યેા છે. ફડ વિભાગ દ્રારા સેમ્પલ લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,ભેળસેળયુકત મસાલા બનાવતી પેઢી મિતુલ બાલધાએ છેલ્લા છ મહિનાથી સંભાળી હતી. જો કે, આ પેઢી ગુંદાળા ગામે છેલ્લા ત્રણ વર્ષથી ધમધમતી હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News