ભારતમાં હાઇ-સ્પીડ 5G સેવાઓનો વ્યાપ ખૂબ જ ઝડપથી વધી ગયો છે. પરંતુ, ઇન્ટરનેટ ફાસ્ટ ચાલવાની સાથે જ સ્માર્ટફોન યુઝર્સ માટે એક નવી મુશ્કેલી ઊભી થઈ છે - બેટરી ઝડપથી ડિસ્ચાર્જ થવી. જો તમે પણ નોટિસ કર્યું હોય કે જી નેટવર્ક પર રહેતી વખતે અથવા મુસાફરી દરમિયાન ફોનની બેટરી અચાનક પૂરી થઈ જાય છે, તો કેટલીક નાની ટિપ્સ અપનાવીને તમે તમારા ફોનનો બેકઅપ વધારી શકો છો.
શા માટે 5G વધુ બેટરી વાપરે છે?:
અવિરત ડેટા ટ્રાન્સફર
જી નેટવર્ક પર ડેટા અપલોડ અને ડાઉનલોડની ઝડપ વધુ હોય છે, જેના લીધે પ્રોસેસર અને મોડેમ પર વધુ ભાર પડે છે અને પાવર વધુ વપરાય છે.
વારંવાર નેટવર્ક બદલાવું
દેશમાં હજી પણ ઘણા એવા વિસ્તારો છે જ્યાં પૂરતું ૫જી નેટવર્ક નથી અથવા ઘરની અંદર ૪જી સિગ્નલ જ પકડાતા હોય છે. આવામાં આપણો ફોન સતત ૪જી અને ૫જી નેટવર્ક વચ્ચે સ્વિચિંગ (અદલા-બદલી) કર્યા કરે છે. નેટવર્કને વારંવાર રિફ્રેશ કરવાના આ ચક્કરમાં બેટરી ખૂબ જ વહેલી પૂરી થઈ જાય છે, ખાસ કરીને રોમિંગ કે ટ્રાવેલિંગ દરમિયાન આવું વધુ બને છે.
અડેપ્ટિવ બેટરી' ઓન કરો
આજના લેટેસ્ટ 5જી સ્માર્ટફોન્સમાં આ શાનદાર ફીચર આવે છે. તેને ચાલુ (ઇનેબલ) કરવાથી, ફોન નેટવર્ક બદલાવાને લીધે થતા પાવર લોસને કંટ્રોલ કરે છે. સાથે જ, બેટરી ઓછી થતાં બેકગ્રાઉન્ડ એપ્સને આપોઆપ બંધ કરી દે છે.ટ્રાવેલિંગમાં મોબાઇલ ડેટા બંધ રાખવો: જો તમે લાંબી મુસાફરી કરી રહ્યા હોવ અને ઇન્ટરનેટની તાતી જરૂર ન હોય, તો ડેટા બંધ રાખવો હિતાવહ છે. આનાથી ફોન બિનજરૂરી સિગ્નલ શોધવાનું બંધ કરશે અને બેટરી લાંબો સમય ચાલશે.