રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ઘણા વર્ષેાથી દિવાળીના તહેવારોના અનુસંધાને ભવ્ય આતશબાજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે પરંપરા મુજબ ચાલુ વર્ષે પણ તા.૩૦ને બુધવાર ધનતેરસના શુભ દિવસે સાંજે ૭:૦૦ કલાકે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ ખાતે ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ રાજકોટના સાંસદ પરસોતમભાઇ પાલાના હસ્તે કરવામાં આવશે.
આતશબાજી કાર્યક્રમમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી નિહાળવા શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાય અને શહેરીજનો આ કાર્યક્રમ નિહાળવામાં કોઈ અગવડ ન પડે તે હેતુસર, કાર્યક્રમના આયોજનને આખરી ઓપ આપવા, તડામાર તૈયારીના ભાગપે ગત તા.૨૪ને ગુવારના રોજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ તથા આ કામની સંબંધિત એજન્સીનાં પ્રતિનિધિઓને સાથે રાખીને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી. જે મુલાકાત દરમ્યાન ડાયસ કાર્યક્રમ, મંડપ, સાઉન્ડ, બેરીકેટીંગ વી.વી.આઈ.પીવી.આઈ.પી. તથા જનરલ બેઠક વ્યવસ્થા, પાકિગ, સુરક્ષા બંદોબસ્ત, એન્ટ્રી ગેઇટ, ફાયર ફાઈટર, મેડીકલ ટીમ તથા અન્ય આનુસાંગિક વ્યવસ્થા અંગે રીવ્યુ કરવામાં આવ્યું અને અધિકારીઓ તથા એજન્સીના પ્રતિનિધિઓને જરી સુચનાઓ આપવામાં આવી હતી
આ સ્થળ મુલાકાતમાં સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, સહાયક કમિશનર બી.એલ.કાથરોટીયા, રેસકોર્ષ સંકુલના ડેપ્યુટી એન્જીનિયર હેમેન્દ્ર કોટક, રોશની વિભાગના ડેપ્યુટી એન્જીનિયર અમિત શાહ, મેનેજર કે.બી.ઉનાવા, આસી.એન્જીનિયર મહેશ પ્રજાપતિ, ડી.બી.ગજેરા, વર્ક આસી. મયુર પડધરીયા, ફાયર વિભાગના સ્ટેશન ઓફિસર ચાંચીયાભાઈ તથા અન્ય સ્ટાફ તથા સુરક્ષા વિભાગના પી.એસ.આઈ.ભૂપેન્દ્રસિંહ જાડેજા તથા અન્ય કર્મચારીઓ હાજર રહેલ હતા.
આતશબાજી કાર્યક્રમમાં વી.વી.આઈ.પી.વી.આઈ.પી. આમંત્રિતો મહાનુભાવોની એન્ટ્રી રેસકોર્ષ સંકુલ ખાતે આવેલ શ્રી વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમથી હોકી ગ્રાઉન્ડની ગેલેરી પાસે આવેલ જીમ તરફ જવાના રસ્તાથી શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં એન્ટ્રી લેવાની રહેશે. યારે કોર્પેારેટર તથા પ્રેસ–મીડિયાના પ્રતિનિધિઓની એન્ટ્રી બહત્પમાળી ભવન સામેથી શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમના પેવેલીયન તરફ જવાના રસ્તાથી એન્ટ્રી લેવાની રહેશે. યારે જાહેર જનતાને (૧) બહત્પમાળી ભવન સામેના શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ તરફ જવાના રસ્તાથી (૨) શ્રી વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમથી શ્રીમાધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ એન્ટ્રી ગેઇટથી એન્ટ્રી આપવામાં આવશે. જાહેર જનતાએ આ કાર્યક્રમ નિહાળવા કોઇપણ પ્રકારના પાસની જરીયાત નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech