મહાશિવરાત્રિને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનો આજથી પ્રારંભ થયો છે. મહાશિવરાત્રિના પાંચ દિવસના મેળામનાંહજારોની સંખ્યાં સાધુ-સંતો અને લોકો આવે છે. મેળામાં આવતાં હજારો લોકો માટે ભારતીય રેલવે દ્વારા વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થઈને વેરાવળ-ગાંધીગ્રામ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર દોડાવવામાં આવશે.
ક્યારે ક્યાંથી ઉપડશે આ સ્પેશિયલ ટ્રેન?
આ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર દોડશે
01-ટ્રેન નંબર 09568 વેરાવળ-ગાંધીગ્રામ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન વેરાવળથી 21.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 8.00 કલાકે ગાંધીગ્રામ પહોંચશે. આ ટ્રેન માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, વિરપુર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર જંકશન, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેન ઉપરોક્ત સમય મુજબ 23.02.2025 થી 27.02.2025 સુધી દરરોજ ચાલશે.
02-ટ્રેન નંબર 09567 ગાંધીગ્રામ-વેરાવળ સ્પેશિયલ ટ્રેન ગાંધીગ્રામથી સવારે 10.10 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સવારે 17.40 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં સરખેજ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ધસા, લાઠી, ચિતલ, વડીયા દેવળી, જેતલસર, જૂનાગઢ, કેશોદ અને માળીયા હાટીના સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ પણ હશે. આ ટ્રેન ઉપરોક્ત સમય મુજબ 24.02.2025 થી 28.02.2025 સુધી દરરોજ ચાલશે.
03-ટ્રેન નંબર 09568 અને 09567 માટે ટિકિટ બુકિંગ 22.02.2025 થી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને IRCTC વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAFG vs ENG: અફઘાનિસ્તાને મોટો અપસેટ સર્જ્યો, અફઘાનિસ્તાને રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડને હરાવ્યું
February 26, 2025 11:16 PMIsrael-Hamas War: ચાર મૃતદેહોના બદલામાં ઇઝરાયલ સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને કર્યા મુક્ત
February 26, 2025 08:06 PMમહારાષ્ટ્રથી કારમાં ગુજરાત આવીને ચોરી કરતા એક જ પરિવારના પાંચ ઝડપાયા
February 26, 2025 08:01 PMજામ ખંભાળીયામાં મહા શિવરાત્રીના પાવન પર્વ દિવસે ખામનાથ મહાદેવજીની વરણાગી શોભાયાત્રા યોજાઇ
February 26, 2025 06:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech