કોરોના મહામારીના કારણે બંધ થયેલી દેશભરની રેગ્યુલર ટ્રેનો પૈકી કેટલીક ટ્રેનો સ્પેશિયલ ટ્રેન તરીકે વધો ભાડાથી ચાલુ કરવામાં આવી રહી છે, પરંતુ હાલ પશ્ચિમ રેલવે દ્વારા અગાઉ જામનગર - વડોદરાની સીધી ટ્રેન ન હતી તેવી જામનગર - વડોદરા - જામનગર સ્પે. સુપર ફાસ્ટ ટ્રેન તા. ૧લી માર્ચથી સપ્તાહના પાંચ દિવસ શરૂ કરવામાં આવનાર છે. આ ટ્રેન માટે પણ ટિકિટ અગાઉથી જ લેવાની રહેશે.
રાજકોટ વિભાગના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ આ ટ્રેન નંબર ૦૨૯૬૦/૦૨૯૫૯ જામનગર-વડોદરા-જામનગર સુપરફાસ્ટ સ્પેશ્યલ (અઠવાડિયામાં ૫ દિવસ) પૈકી ટ્રેન નંબર ૦૨૯૬૦ જામનગર- વડોદરા સુપરફાસ્ટ સ્પેશિયલ, રવિવાર અને બુધવાર સિવાય અઠવાડિયાના ૫ દિવસ સવારે ૦૪.૪૫ વાગ્યે જામનગરથી ઉપડશે અને તે જ દિવસે સવારે ૦૬.૦૦ વાગ્યે અને વડોદરા બપોરે ૧૨.૩૦ વાગ્યે પહોંચશે.
આવી જ રીતે વળતા ટ્રેન નંબર ૦૨૯૫૯ વડોદરા - જામનગર સુપરફાસ્ટ સ્પેશ્યલ વડોદરાથી અઠવાડિયાના ૫ દિવસ રવિવાર અને બુધવાર સિવાય બપોરે ૧૫.૫૦ વાગ્યે ઉપડશે, તે જ દિવસે રાત્રે ૨૧.૫૬ કલાકે રાજકોટ અને જામનગર રાત્રે ૨૩.૩૫ કલાકે પહોચશે.આ ટ્રેન આવતા જતાં બંને ટ્રિપમાં આણંદ, નડિયાદ, અમદાવાદ, સાબરમતી, ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાણે, વાંકાનેર, રાજકોટ અને હાપા સ્ટેશનો રોકાશે. ટ્રેનમાં એસી એક્ઝિક્યુટિવ ચેરકાર, ચેરકાર અને દ્વિતીય વર્ગ બેઠક કોચનો સમાવેશ કરવામાં આવશે. બુકિંગ કાલ ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૧ થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન આરક્ષિત ટ્રેન તરીકે દોડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationદિલ્હી કેપિટલ્સ સામે હાર્યા બાદ રોહિત શર્માને વધુ એક ઝટકો : ફટકારાયો રૂ.12 લાખનો દંડ
April 21, 2021 09:17 AMકોરોનાનો નવો રેકોર્ડ : પહેલીવાર એક જ દિવસમાં 2 હજાર થી વધુ મોત અને 3 લાખ નવા પોઝિટિવ કેસ
April 21, 2021 08:55 AMRam Navami 2021 : જાણો આજે રામનૂં પૂજન કરવાનું મૂર્હુત અને પૂજા વિધિ
April 21, 2021 08:33 AMરાજ્યમાં આરોગ્ય વિભાગમાં માનદ વેતનથી ૩ માસ માટે નવી નિમણુક કરવાનો સરકારનો નિર્ણય
April 20, 2021 10:31 PMખાનગી હોસ્પિટલો અને નર્સિંગહોમમાં કોરોના દર્દીની સારવાર થઈ શકશે : સીએમ રૂપાણી
April 20, 2021 10:18 PM