દ્વારકા ખાતેની શિવકથામાં જગતગુ શંકરાચાર્યજીની વિશેષ ઉપસ્થિતિ

  • September 15, 2023 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાધુ-સંતો, કેબીનેટ મંત્રી, સાંસદ, ધારાસભ્યો સહિતનાઓએ કથા શ્રવણનો લીધો લાભ


દ્વારકામાં જીવણનાથબાપુ ગુશ્રી કરણનાથ બાપુ, મહંતશ્રી સોરઠીયા આહીર સમાજ દ્વારકા તથા મંગલમ અન્નક્ષેત્ર અને ગૌશાળા કોરાળાના યજમાન પદે શાસ્ત્રીશ્રી ધવલભાઇ અત્રિના વ્યાસાને ચાલી રહેલ શિવકથામાં દરરોજ અવનવા-ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે, સાથોસાથ સંતવાણી, લોકડાયરો યોજવામાં આવેલ. જેમાં ભીખુદાનભાઇ ગઢવી, પરસોતમપરી બાપુ એ મોડી રાત્રિ સુધી લોકોને મોજ કરાવી હતી. દરરોજ કથા શ્રવણ કરવાનો અનેરો લાભ લઇ રહ્યા છે.


કથાના છેલ્લે દિવસે કાન-ગોપીસાર મહોત્સવ પણ ઉજવવામાં આવશે. કથા શ્રવણ કરવા દરરોજ દ્વારકા, ભાણવડ, કલ્યાણપુર તથા ખંભાળીયા તાલુકા ઉપરાંત સમગ્ર હાલાર સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં સાધુ સંતો, સાંસદ, ધારાસભ્યો, ઉદ્યોગપતિઓ, આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


ઉપસ્થિત મહાનુભાવોમાં કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી રણમલભાઇ વારોતરીયા, આહીર અગ્રણી ભીખુભાઇ વારોતરીયા, મુળુભાઇ કંડોરીયા, જી.પં. સદસ્ય દ્વારકાના રણમલભાઇ માડમ, કે.ડી.કરમુર, પૂર્વ ધારાસભ્ય મેરામણભાઇ ગોરીયા, ધનસુખભાઇ વીરડી-સાવરકુંડલા, સિંહોરના ઝીણાચમબાપુ, અનંતનાથ બાપુ, ગુશ્રી જીવણનાથબાપુ, રમણનાથબાપુ, ડી.ડી. ગોરીયા, ખીમભાઇ ગોજીયા, સંચાલનકતર્િ જગદીશભાઇ ગઢવી, નવ દિવસ કથાના ભોજન પ્રસાદના દાતા ગાંગડી નિવાસી દાનાભાઇ રણમલભાઇ ગોજીયા તથા નારણભાઇ રણમલભાઇ ગોજીયાનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application