ભાણવડમાં 1200 કિલો લાડવા બનાવી રખડતા ગૌવંશને કરાયું ભોજન: ભાણવડમાં મકરસંક્રાંતિ સંદર્ભે આ પર્વ બાદના દિવસોમાં ગામના તમામ ગૌ-વંશોને કેબિનેટમંત્રીના પુત્ર હર્ષદ બેરા દ્વારા પીરસાયું લાડવાનું જમણ
મકરસંક્રાંતિ એટલે દાનનો પર્વ, આ પર્વ દરમ્યાન લોકો પશુ, પક્ષી, અને ગરીબ લોકોને દાન કરતા હોય છે, ત્યારે સંક્રાંતિના પાવન પર્વ દિવસે બિનવારસુ ગૌ - વંશોને ખૂબ વધુ ખોરાક મળતો હોય છે માટે ત્યારે બગાડ ના થાય તે હેતુસર આ પર્વ બાદના દિવસોમાં કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરા સાહેબના સેવા-ભાવિ અને જીવદયા પ્રેમી પુત્ર હર્ષદભાઈ બેરા દ્વારા ભાણવડ પંથકમાં અબોલ જીવોની સેવા પ્રવૃત્તિમાં કાર્યરત એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ - ભાણવડની મદદથી ભાણવડના તમામ ગૌ - વંશોને 1200 કિલોગ્રામ જેટલા સ્વાસ્થ્ય વર્ધક લાડવા બનાવી ખવડાવવામાં આવ્યા હતા.
આ તકે ભાણવડના એનિમલ લવર્સ ચેરી. ટ્રસ્ટ સંચાલિત શિવ બળદ આશ્રમના તમામ સભ્યો, ભાણવડ સેવા ગ્રુપ,અને એનિમલ લવર્સ ગ્રુપ - ટીંબડીના સભ્યો દ્વારા ભાણવડ સ્થિત શિવ બળદ આશ્રમે ખાતે 1200 કિલો લાડવા સ્વાસ્થ્ય વર્ધક વસ્તુઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા, અને ત્યાર બાદ વાહનોની મદદથી આ સભ્યોની જુદી - જુદી ટીમ બનાવી અને ભાણવડના સમગ્ર ગલી,શેરી અને મહોલ્લામાં જઈ રાત્રિ દરમ્યાન ખવડાવવામાં આવ્યા હતા વળી કોઈ ગૌ - વંશો બાકી ના રહી જાય અને બગાડ પણ ન થાય તેનું ખાસ ધ્યાન રખાયું હતું.
આ ઉપરાંત ભાણવડ પંથકમાં વાવાઝોડા, વરસાદ જેવા કપરા સમય કે જ્યારે માલિક વિહોણા ગૌ - વંશો, શ્વાનો જેવા અબોલ જીવો માટે ખોરાક, રક્ષણની જરૂર હોય ત્યારે જ્યારે અને જ્યાં જરૂર હોય ત્યારે હર્ષદભાઈ બેરા દ્વારા એનિમલ લવર્સ અને શિવ બળદ આશ્રમના સભ્યોની મદદથી સેવા પ્રવૃત્તિ હાથ ધરાય છે, ત્યારે સંક્રાંતિ નિમિતે સ્વાસ્થ્યવર્ધક લાડવા ખવડાવવાની પ્રશંસનીય પ્રવૃત્તિ કરાઈ હતી.
આ સેવાયજ્ઞમાં એનિમલ લવર્સ ચેરી. ટ્રસ્ટ- ભાણવડ શિવ બળદ આશ્રમ- ભાણવડ, ભાણવડ સેવા ગ્રુપ, તેમજ એનિમલ લવર્સ ગ્રુપ - ટીંબડી વગેરે જોડાઈ અને આ સેવાકાર્યને સફળ બનાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech