દેવભુમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સુચના મુજબ તેમજ ના.પો.અધિક્ષક વિસમય માનસેતા ખંભાળીયા વિભાગના સુપરવિઝન હેઠળ જિલ્લા ટ્રાફિક શાખા ઇન્ચાર્જ પો.ઇન્સ.ટી.બી.ચુડાસમાને સુચના મુજબ હેલ્મેટ વગર ટુ-વ્હીલર ચલાવતા વાહન ચાલકોનો હેલ્મેટ ન પહેરવાને કારણે ગંભીર અકસ્માતનો ભોગ બનવું પડે જે માટે સરકારી કર્મચારી જાહેર જનતા માટે રોલમોડેલ બને તે હેતુથી ખંભાળીયા પોલીસ ભવન તથા જિલ્લા સેવા સદન ખાતે સરકારી કર્મચારી માટે સ્પેશ્યલ હેલ્મેટ ડ્રાઇવ યોજવામાં આવી હતી, જેમાં ૪૫ કર્મચારીઓને હેલ્મેટ વગરના રૂ.૨૨૫૦૦ સમાધાન શુલ્ક દંડ વસુલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.