વૈશાખ પૂર્ણિમાના દિવસે દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને વિશિષ્ટ શૃંગાર

  • May 27, 2021 11:00 AM 

ચંદનના લેપ સાથે પુષ્પ શૃંગાર મનોરથ

દ્વારકાધીશ જગતમંદિરમાં હાલમાં ઉનાળાની ૠતુમાં ભગવાનને શીતળતા મળે તે હેતુ ચંદનના લેપ સાથે દરરોજ પુષ્પશૃંગાર મનોરથ યોજાય છે. આજરોજ વૈશાખી પૂનમના દિવસે ઠાકોરજીને સવારે વિશેષ ફુલો સાથે શૃંગાર મનોરથ યોજાયો હતો જયારે સાંજે ચંદનના લેપ સાથે પુષ્પકલીઓનો વિશિષ્ટ શૃંગાર યોજવામાં આવ્યો હતો. જગતમંદિરમાં હાલમાં ભાવિકો માટે પ્રવેશ નિષધ હોય દેશ વિદેશમાં લાખો ભાવિકોએ ઓનલાઇનના માધ્યમથી ઠાકોરજીના દર્શન મનોરથનો લાભ લીધો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS