સ્પેસએકસ દ્રારા ઈસરોના વિમાનમાં પણ હાઈસ્પીડ ઈન્ટરનેટ માટેના સેટેલાઈટનું સફળ પ્રક્ષેપણ કરાયું

  • November 19, 2024 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈલોન મસ્કની કંપની સ્પેસએકસએ લોરિડામાં કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી ઈસરોના એડવાન્સ કોમ્યુનિકેશન સેટેલાઇટ જીએસએટી–એન૨ ને સફળતાપૂર્વક લોન્ચ કયુ. આ પ્રક્ષેપણ ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન અને સ્પેસએકસ વચ્ચે વ્યાપારી સહયોગની શઆત તરીકે ચિ઼િત છે. સ્પેસએકસ ફાલ્કન ૯ રોકેટે જીએસએટી–એન૨ ને ચોક્કસ ભ્રમણકક્ષામાં મૂકયું હતું. ઈસરોની વ્યાપારી શાખા ન્યુ સ્પેસ ઈન્ડિયા લિમિટેડે પ્રક્ષેપણની સફળતા વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે લોરિડાથી લોન્ચ કરવામાં આવેલા ઉપગ્રહથી દેશમાં કોમ્યુનિકેશન સેવામાં સુધારો થશે અને લોકોને વધુ આધુનિક સુવિધા સાંપડશે.આ પહેલીવાર બન્યું છે કે યારે ઈસરો એ સ્પેસએકસ સાથે કામ કયુ છે. અહી જણાવી દઈએ કે જીએસએટી–એન૨ હાઇ–સ્પીડ ડેટા ટ્રાન્સમિશન પ્રદાન કરશે.પ્રક્ષેપણ બાદ ૩૪ મિનિટ પછી ઉપગ્રહ અલગ થઈ ગયો અને પછી તેને ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યો. ૪,૭૦૦ કિગ્રા વજન ધરાવતું અને ૧૪–વર્ષના મિશન માટે રચાયેલ, જીએસએટી–એન૨ એ સેટેલાઇટ કમ્યુનિકેશન ટેકનોલોજીમાં એક મહત્વપૂર્ણ પગલું છે

કા–બેન્ડ ઉચ્ચ થ્રુપુટ સેટેલાઇટ પેલોડથી સજ્જ
જીએસએટી–એન૨ ઈસરોના સેટેલાઇટ સેન્ટર અને લિકિવડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટર દ્રારા વિકસિત એક સંચાર ઉપગ્રહ છે. ઉપગ્રહ કા–બેન્ડ હાઇ થ્રુપુટ સેટેલાઇટ પેલોડથી સ છે. તે ૪૮ જીબીપીએસ ડેટા ટ્રાન્સમિશન ક્ષમતા પ્રદાન કરે છે. તે ૩૨ વપરાશકર્તા બીમ ધરાવે છે, જેમાં ઉત્તર–પૂર્વ ક્ષેત્રમાં ૮ સાંકડી સ્પોટ બીમ અને બાકીના ભારતમાં ૨૪ પહોળા સ્પોટ બીમનો સમાવેશ થાય છે.આ ૩૨ બીમ ભારતની મુખ્ય ભૂમિમાં સ્થિત હબ સ્ટેશનો દ્રારા સપોર્ટેડ હશે. ઈસરોએ જણાવ્યું હતું કે તેનું મિડ–બેન્ડ એચટીએસ કોમ્યુનિકેશન પેલોડ આશરે ૪૮ જીબીપીએસનું થ્રુપુટ પૂંરૂ પાડે છે.


સ્પેસએકસથી લોન્ચ કરવાનો નિર્ણય શા માટે લેવાયો?
ઐતિહાસિક રીતે, ઈસરોએ ભારે ઉપગ્રહ પ્રક્ષેપણ માટે એરિયનસ્પેસ સાથે સહયોગ કર્યેા છે. જો કે, એરિયનસ્પેસ તરફથી ઓપરેશન રોકેટની અનુપલબ્ધતા અને ભારતના એલવીએમ–૩ લોન્ચ વ્હીકલ ૪,૦૦૦ કિગ્રા પેલોડ સુધી મર્યાદિત હોવાને કારણે, સ્પેસએકસ એ હાથ મિલાવ્યા. તેના ફાલ્કન ૯ રોકેટની પસંદગી ૪,૭૦૦ કિલોગ્રામના ગીએસએટી–એન ૨ ઉપગ્રહને લોન્ચ કરવા માટે કરવામાં આવી હતી. આ સહયોગ સ્પેસ એકસપ્લોરેશન અને સેટેલાઇટ ડિપ્લોયમેન્ટમાં આંતરરાષ્ટ્ર્રીય ભાગીદારીની વધતી સંભાવના દર્શાવે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application