BREAKING NEWS

ગુજરાતમાં ભાવનગર 45.2 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર, દક્ષિણ સમુદ્રમાં નૈઋત્ય ચોમાસાની સીસ્ટમ સક્રિય

  • May 15, 2026 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલે બપોરે ૪૩.૧ ડિગ્રી સુધીના તાપમાન સાથે સરેરાશ 22 થી 26 કિલોમીટરની ગતિનો પવન ફૂંકાતા તીવ્ર લુ ને કારણે લોકોએ બહાર નીકળવાનું ટાળતા રસ્તા સૂમસામ થઈ ગયા હતા. જોકે સૌથી વધુ તાપમાન ભાવનગર ખાતે 4:30 ડિગ્રીનો જમ્પ મારીને ભાવનગર ખાતે 45.2 ડિગ્રી નોંધાયું હતું. દરમિયાન આજે પણ સવારથી પવનની સરેરાશ ઝડપ 12 કિલોમીટરની રહી છે. બીજી તરફ હવામાન વિભાગના દ્વારા પરંપરાગત નૈઋત્યનું ચોમાસુ બે ત્રણ દિવસમાં બંગાળના ઉપસાગરમાં પ્રવેશતા દક્ષિણના સમુદ્રમાં લો પ્રેશર સર્જાવા સાથે વરસાદી હવામાન શરૂ થશે, તેમ જણાવાયું છે.


રાજ્યમાં હાલ પડી રહેલી ભીષણ ગરમીના માહોલમાં આજે પણ રાજકોટ અમરેલી દ્વારકા પંથકમાં યલો એલર્ટ અપાયું છે, ત્યારે રાજકોટમાં ગઈકાલના મહત્તમ તાપમાન 43.1 ડિગ્રી અને આજે વહેલી સવારે લઘુતમ 25.3 ડિગ્રી રહ્યું હતું. ભેજ 73% અને પવનની સરેરાશ ઝડપ 12 કિલોમીટર નોંધાઇ છે.


અન્ય શહેરોમાં ઉષ્ણતામાન જોઈએ તો સામાન્ય રીતે દરિયાકાંઠાના શહેરોમાં સામાન્ય રીતે ખુશનુમા વાતાવરણ રહેતું હોય છે પરંતુ ભાવનગર તેમાંથી બાકાત હોય તેમ ભાવનગરમાં બુધવારે બપોરે 40.7° તાપમાન નોંધાયા બાદ ગઈકાલે શુક્રવારે બપોરે સાડા ચાર ડિગ્રીનો જંપ મારીને રાજ્યમાં સૌથી ઊંચું 45.2 ડિગ્રી નોંધાયું હતું, ત્યારબાદ અમદાવાદમાં 43.7 ડિગ્રી, ગાંધીનગર 43.5, વડોદરા 43.2, રાજકોટ 43.1, અમરેલી 42.9, સુરેન્દ્રનગર 42.8, ડીસા 42.4, કંડલા 41.5, ભુજ 40.6, જુનાગઢ 39.7, સુરત ડાંગ 39.4, દાહોદ 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.


બીજી તરફ હવામાન વિભાગના જણાવવા મુજબ, દક્ષિણ સમુદ્રમાં સીસ્ટમ સક્રિય થઈ રહી હોય, નૈઋત્યનું ચોમાસું બે ત્રણ દિવસમાં બંગાળના ઉપસાગર તરફ પહોંચવા સાથે ચોમાસાએ બારણે અને ટકોરા માર્યા હોય તેવું મનાઇ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News