‘રાઉડી’ ને ખભામાં ઈજાના પગલે ફિઝિયો અને રિહેબ અપાયા
એક્ટર વિજય દેવરાકોંડા સીડી પરથી ઉતરી રહ્યો હતો. અચાનક અભિનેતાનો પગ લપસ્યો અને તે ધડાકા સાથે નીચે પડી ગયો. આ આખી ઘટના કેદ થઈ જવા પામી છે. વિજય દેવેરાકોંડાએ તાજેતરમાં લોકો સામે શરમ અનુભવવી પડી જ્યારે તે બિલ્ડિંગમાંથી બહાર નીકળતી વખતે સીડી પરથી લપસી ગયો. અભિનેતાના ચાહકો તેને મળવા માટે બહાર રાહ જોઈ રહ્યા હતા જ્યારે તેનો પગ સીડી પરથી લપસી ગયો અને તે ધડામથી સીડી પરથી બેસી પડ્યો. જો કે, તે તરત જ ઉભો થઈ ગયો પણ વીડિયો જોતા લાગી રહ્યું છે વિજયને થોડી ઈજા જરુર પહોંચી છે.
વિજય દેવરાકોંડાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અભિનેતાની ટીમે તરત જ તેને મદદ કરી અને વિજય પણ ઊભો થઈ ગયો. તે તેના ચાહકોને મળવા અને તેમનું અભિવાદન કરવા બહાર આવ્યો હતો અને પગ લપસી પડતા સીડીયો પર જ બેસી પડ્યો હતો.
વિજય ઉર્ફે ‘રાઉડી’ પણ તેના ચાહકો સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા, મળતી માહિતી મુજબ વિજયને કોઈ નુકસાન થયુ નથી. જો કે, આ ક્ષણ કેમેરામાં કેદ થઈ ગઈ અને ઓનલાઈન ચર્ચાનો વિષય બની ગઈ. વિજયની તાજેતરની ઇજાઓને ધ્યાનમાં રાખીને કેટલાક ચાહકો તેના સ્વાસ્થ્ય વિશે ચિંતિત થઈ ગયા છે. જ્યારે કેટલાકે કહ્યું કે કોઈપણ પડી શકે છે અને તેમાં કંઈ નવું નથી.વિજય દેવરાકોંડા ગૌતમ તિન્નાનુરી સાથેની તેની આગામી ફિલ્મના શૂટિંગ દરમિયાન થયેલી ગંભીર ઈજામાંથી સાજા થઈ રહ્યા છે. ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી ન થયું હોવાથી દરેક લોકો તેને ‘વીડી 12’ કહી રહ્યા છે. ઈજા હોવા છતાં, અભિનેતાએ એક્શન સિક્વન્સનું શૂટિંગ ચાલુ રાખ્યું કારણ કે તેની ટીમ દ્વારા કહેવામાં આવ્યું તેમ, વિરામ માટે કોઈ સમય નહોતો.
વિજયને ફિઝિયો અને રિહેબ મળી રહ્યો છે કારણ કે ફાઈટ સિક્વન્સ દરમિયાન ઈજાગ્રસ્ત થયા બાદ તેને ખભામાં દુખાવો છે. પરંતુ તે હજી પણ તેની ભૂમિકા માટે તાલીમ લઈ રહ્યો છે અને તેના દ્રશ્યો શૂટ કરી રહ્યો છે, ઈજાને વધુ ન થાય તે માટે સતત કાળજી પણ લઈ રહ્યો છે.
ત્યારે આ દરમિયાન ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેતા સીડીઓ પરથી લપસી પડ્યો હતો. જે બાદ બધા તેમના જોતા રહી ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌરાષ્ટ્ર્રમાં ઠંડી વધી પણ કાલથી તાપમાન વધશે
December 23, 2024 10:45 AMરણુજા નજીક પગપાળા જઈ રહેલા દસ વર્ષના બાળકને કારચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ
December 23, 2024 10:44 AMગુજરાત સહિત દેશના મોટાભાગના રાજયોમાં માવઠાની આગાહી
December 23, 2024 10:44 AMજૂનાગઢમાં મંદિરોનો વિવાદ અધિકારીઓના કારણે થયો હોવાની ધારાસભ્યની ખુલ્લી ટકોર
December 23, 2024 10:41 AMરાજકોટનાં ખોરાણામાં બોગસ ડોક્ટર હિરેન ને પકડવામાં પોલીસની હેટ્રિક
December 23, 2024 10:40 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech