ભાવનગર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગને મળેલ ગેરકાયદેસર ગર્ભપરીક્ષણ કરતા તબીબ ડો. એમ.સી.શાહ સ્મિતા એકસરે એન્ડ સોનોગ્રાફી કલીનીક કાળાનાળા વિરુધ્ધની ફરીયાદ અરજી અન્વયે સરકારશ્રીના બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને વેગ આપવાના હેતુથી ધટતી જતી દીકરીઓની સંખ્યા અન્વયેની ચિંતા વ્યકત કરતા પીસીએન્ડ પીએનડીટી એકટની અમલવારી માટે સીડીએચઓશ્રી દ્રારા ડો. જીગર કાકડીયા ટીએચઓ-શિહોરને નિયમાનુંસાર કાર્યવાહી કરવા અધિકૃત કરેલ હતા.
આમ, તેઓએ સ્મીતા એકસરે એન્ડ સોનોગ્રાફી કલીનીક કાળાનાળા ખાતે ગયા હતા. જેમાં કલીનીક ખાતેથી એક દંપતીની શંકાસ્પદ વર્તણુકને આધારે ટીએચઓ-શિહોર અને તેની ટીમ તથા જીલ્લાના સ્ટાફે તપાસની કામગીરી શરુ કરેલ હતી. જેની તપાસના અંતે કલીનીક ખાતેથી ર(બે) અગાઉના સીલબંધ સોનોગ્રાફી મશીન સહીત એક પોર્ટેબલ સોનોગ્રાફી મશીન ઝડપાયેલ હતુ. આમ, આ તબીબના અગાઉના બે મશીન સીલ હોય તેઓના વિરુધ્ધ કોર્ટ કેસ ચાલતો હોય તેઓનું લાયસન્સ પણ સસ્પેન્ડ હોવા છતા તબીબ ડો. એમ.સી.શાહ દ્રારા સોનોગ્રાફી મશીનનો ઉપયોગ કરવામાં આવતો હતો.
આમ, તેઓ પીસી એન્ડ પીએનડીટી એકટની કલમનો ભંગ થતો હોય કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવા સારુ સોનોગ્રાફી મશીન સીલ કરી જપ્ત કરેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech