વડોદરમાં સામૂહિક આપઘાત : 3ના મોત, 3 ગંભીર

  • March 03, 2021 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના કાળે માનવીના મન અને ધન બંને ઉપર ઘણી અસર કરી છે. લોકો માનસિક ભાગી પડ્યા છે. આજે વડોદરામાં બનેલો કિસ્સો કોઈને પણ કંપાવી મુકે તેવો છે. વડોદરામાં એક જ પરિવારના 6 સભ્યોને આર્થિક ભીસને કારણે સામૂહિક આપઘાત કર્યો છે. તેમાંથી ત્રણ લોકોના તરત મૃત્યુ થયા છે અને 3 લોકોની સ્થિતિ હાલ ગંભીર છે.  

 

મળતી વિગત અનુસાર વડોદરામાં સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીના શિવશક્તિ બંગલોમાં એક સોની પરિવારે ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો કર્યો હતો. જાણવા મળ્યું છે કે સોની પરિવારે થમ્પઅપમાં ઝેર મેળવીને પીધા બાદ ભાવિન સોનીએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને કહ્યું હતું કે, આખા પરિવારે ઝેર પી લીધું છે. ઘરને તાળું માર્યુ છે અને ચાવી બહાર નાખી છે તો એનાથી ઘર ખોલીને આવજો. આ પરિવાર ભાડા રહેતો અને તેના આપઘાત કરવા પાછળ આર્થિક સ્થિતિ કારણભૂત હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application