સોનાલીએ ન્યુ યરની કરી હટકે ઉજવણી

  • January 01, 2024 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પતિ અને પુત્ર સાથે હરિદ્વાર પહોચી, દેવ દર્શન કરી સમય વિતાવ્યો


જાણીતી અભિનેત્રી સોનાલી બંદ્રેની વર્ષની શરૂઆત કરવાની રીત સૌથી અનોખી છે કારણ કે અભિનેત્રીએ આ વર્ષે પાર્ટી છોડીને આધ્યાત્મિકતા તરફ જવાનું નક્કી કર્યું છે. ઇ-રિક્ષાની સવારી સાથે હરિદ્વારની તેની ફેમિલી ટ્રીપ વિશે માહિતી આપતાં સોનાલીએ કેટલાક ફોટા પણ શેર કર્યા છે.


વર્ષનો તે સમય ફરીથી આવી ગયો છે જ્યારે દરેક વ્યક્તિ ઉજવણી કરવા માંગે છે અને તે દિવસને ખાસ બનાવવા માંગે છે. ખાસ કરીને બોલિવૂડ સેલિબ્રિટીઝ. પરિવાર હોય કે મિત્રો સાથે, લગભગ દરેક સેલેબ સેલિબ્રેટરી નવા વર્ષની ઉજવણીને લઈને મૂડમાં જોવા મળે છે અને નવા વર્ષને આવકારવા પાર્ટી કરતા હોય છે.

ત્યારે આ બધાથી દૂર બોલિવુડની અભિનેત્રી સોનાલી બેન્દ્રે તેના પતિ અને પુત્ર સાથે હરિદ્વાર પહોચી છે અને નવા વર્ષની ઉજવણી ભગવાનના દર્શન કરીને કરી રહ્યા છે. સોનાલીએ પુત્ર અને પતિ સાથે ફોટા પણ શેર કર્યા છે. જે બાદ યુઝર્સ તેમની ભરપુર પ્રશંસા કરી રહ્યા છે.

સોનાલીએ તેના ઈન્સ્ટાગ્રામ પર પવિત્ર શહેર હરિદ્વારની સુંદર તસવીરો શેર કરી છે. ફોટામાં, સોનાલીએ 18 વર્ષના પુત્ર રણવીર સાથે તેની ઈ-રિક્ષાની સવારી બતાવી હતી. એક ફોટોમાં ત્રણેય માતા ગંગાની આરતી કરી હતી. તેણીએ પોસ્ટને કેપ્શન આપ્યું, ‘હરિદ્વારમાં ઈ-રિક્ષા, કેબલ કારની સવારી, સૌથી અદ્ભુત ગંગા જી કી આરતી સાથે કેવો દિવસ.’

સોનાલી બેન્દ્રેએ ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે અને તેના ઉત્તમ અભિનયની હંમેશા પ્રશંસા કરવામાં આવી છે. તેમની ફિલ્મોમાં ‘હમ સાથ સાથ હૈ’, ‘જખ્મ’, ‘સરફરોશ’, ‘દિલજલે’ અને ઘણી મોટી ફિલ્મોનો સમાવેશ થાય છે. 48 વર્ષીય અભિનેત્રી સ્ટેજ 4 કેન્સર સામે પણ લડી ચુકી છે. તેણે ફિલ્મ નિર્માતા ગોલ્ડી બહલ સાથે લગ્ન કર્યા છે અને તેને રણવીર બહલ નામનો 18 વર્ષનો પુત્ર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application