સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ એક દિવસ પહેલા મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર સ્પૉટ થયા હતા. સોનાક્ષી તેના પતિનો હાથ પકડીને સીડીઓ ઉતરતી જોવા મળી હતી. બંનેનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે સોનાક્ષી પ્રેગ્નેન્ટ છે.જો કે લગ્ન સમયે જ તે ગર્ભવતી હોવાની અટકળો પણ તેજ બની હતી.
સોનાક્ષી સિન્હા આ દિવસોમાં પોતાની નવા લગ્નજીવનને એન્જોય કરી રહી છે. સોનાક્ષીએ 23 જૂને ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં માત્ર કપલનો પરિવાર અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. જો કે, આ પછી તેણે એક ગ્રાન્ડ રિસેપ્શન રાખ્યું હતું જેમાં ઘણી ફિલ્મી હસ્તીઓએ ભાગ લીધો. લગ્ન બાદ તેમની તસવીરો અને વીડિયો સતત વાયરલ થઈ રહ્યા છે. હાલમાં જ સોનાક્ષી અને ઝહીરનો એક નવો વીડિયો સામે આવ્યો છે. સોનાક્ષીને આમાં જોયા બાદ લોકો તેની પ્રેગ્નન્સીને લઈને અટકળો લગાવી રહ્યા છે.
વીડિયોમાં સોનાક્ષી સિન્હા પોલ્કા ડ્રેસમાં જોઈ શકાય છે, જે બાદ તેની પ્રેગનન્સીની અટકળોએ જોર પકડ્યું છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સોનાક્ષી અને ઝહીર એક રેસ્ટોરન્ટમાંથી બહાર આવી રહ્યા છે. બંનેએ ફોટોઝ પણ આપ્યા હતા. સોનાક્ષી પોલ્કા ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
વીડિયો શેર થતાં જ ફેન્સે પૂછવાનું શરૂ કર્યું કે, શું તે (સોનાક્ષી) ગર્ભવતી છે? એક યુઝરે લખ્યું, “શું તે પણ ગર્ભવતી છે?” ખરેખર બોલિવૂડની ઘણી એક્ટ્રેસ લગ્ન પછી પોલ્કા ડોટ ડ્રેસમાં જોવા મળી હતી અને બાદમાં તેમણે પોતાની પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. અનુષ્કા શર્માએ પણ પોતાની પહેલી પ્રેગ્નન્સીની જાહેરાત વખતે પોલ્કા ડોટ શોર્ટ ડ્રેસ પસંદ કર્યો હતો.
આ સિવાય કરીના કપૂર ખાને પણ પોતાની બીજી પ્રેગ્નન્સીની જાહેરાત પહેલા પોલ્કા ડોટ પસંદ કર્યો હતો. તેના આધારે લોકો અનુમાન લગાવી રહ્યા છે કે સોનાક્ષી સિન્હા પણ ગર્ભવતી છે. જો કે આ અંગે કપલે કોઇ રિએક્શન આપ્યા નથી. ઝહીર અને સોનાક્ષી લગ્ન પછી ઘણો ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech