પિતા સાથે બકરાં ચરાવવા બાબતે રકઝક થતાં પુત્રએ પોતાના હાથે પેટમાં છરીના ઘા ઝીંક્યા
પિતા સાથે બકરાં ચરાવવા બાબતે રકઝક થતાં પુત્રએ પોતાના હાથે પેટમાં છરીના ઘા ઝીંક્યા
April 17, 2026 08:32 PM
રાજકોટ ગોંડલના લુણીવાવ ગામે યુવકે પોતાના હાથે જ પેટમાં છરી ઝીકી દેતા આંતરડું બહાર નીકળી જતા સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. યુવકને પિતાએ બકરા ચરાવવા જવાનું કહી ઠપકો આપતા યુવક મગજ ગુમાવી દેતા છરી ઝીંકી દીધી હતી. બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના લુણીવાવ ગામે રહેતો વિનોદ ઉર્ફે વિનુ ભીખુભાઈ સાડમીયા (ઉ.વ.૨૫)ના યુવકે સાંજે સાતેક વાગ્યે ઘરે હતો ત્યારે અચાનક પોતાની હાથે પેટમાં છરી મારી દેતા લોહી લુહાણ હાલતમાં ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો યુવકને ગંભીર ઈજા હોવાથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાર્ક ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. યુવક ત્રણ ભાઈ એક બહેનમાં વચેટ છે. પરિવારના જણાવ્યા મુજબ કાલે પુત્રને બકરા ચરાવવા જવા માટેનું કહેતા પોતે હાના કાની કરવા લાગ્યો હતો આ બાબતે પિતાએ ઠપકો આપતા તામસી મગજના કારણે ઘરમાં આવી છરી લઇ પોતાના હાથે પેટમાં મારી દીધી હતી. યુવક બીજો ઘા મારે એ પહેલા ભાભીએ છરી ઝૂંટવી લઇ લીધી હતી પરંતુ છરીનો ઘા ઉંડો લાગી જતા આંતરડું બહાર નીકળી ગયું હતું. અગાઉ પણ યુવકે ઝેરી દવા પીધી હોવાનું પરિવારે જણાવ્યું છે. વધુ તપાસ ગોંડલ તાલુકા પોલીસે હાથ ધરી છે...