આગ્રાના રહેવાસી યુવકે લખનઉની હોટેલમાં ખૂની ખેલ ખેલ્યો હતો અને પોતાની માતા તેમજ ચાર બહેનોની હત્યા કરી નાખી હતી. આ ઘટનાની માહિતી મળતાની સાથે જ વરિષ્ઠ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી અને ફિલ્ડ યુનિટને પણ બોલાવવામાં આવી હતી અને પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
લખનઉમાં અરશદ (ઉંમર 24)એ પોલીસ સ્ટેશન નાકા વિસ્તારમાં આવેલી હોટલ શરણજીતમાં પરિવારના જ પાંચ સભ્યોની હત્યા કરી હતી. આ હૃદયદ્રાવક ઘટના બાદ પોલીસે તાત્કાલિક આરોપીની આરોપીએ બહેનો આલિયા (ઉંમર 9 વર્ષ), અલશિયા (ઉંમર 19 વર્ષ), અક્સા (ઉંમર 16 વર્ષ) અને રહેમિન (ઉંમર 18 વર્ષ) તેમજ માતા અસમાને પારિવારિક વિવાદના પગલે પતાવી દીધા હતા. આરોપી યુવક અરશદ આગ્રાનો રહેવાસી હોવાનું કહેવાય છે.
આ ઘટનાની માહિતી મળતાની સાથે જ વરિષ્ઠ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી. આ કેસમાં આરોપી અરશદની ઘટનાસ્થળેથી ધરપકડ કરી ઝીણવટભરી તપાસ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કેસ અંગે લખનઉના ડીસીપી રવીના ત્યાગીએ કહ્યું કે આજે સવારે પોલીસ સ્ટેશન નાકા વિસ્તારમાંથી એક માહિતી મળી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે હોટલ શરણજીતના રૂમમાંથી 5 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ પછી, અરશદ નામના યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યો, જે આગ્રાનો રહેવાસી છે.આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે પારિવારિક વિવાદને કારણે તેણે તેની માતા અને ચાર બહેનોની હત્યા કરી હતી. વધુ તપાસ પણ ચાલી રહી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMથાઈલેન્ડમાં સમલૈંગિક લગ્નનો કાયદો લાગુ, સમલૈંગિક યુગલો લગ્નગ્રંથિથી જોડાયા, એશિયાનો ત્રીજો દેશ બન્યો
January 23, 2025 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech