મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્રાદશ યોતિલિગના પ્રથમ એવા સુપ્રસિદ્ધ તીર્થ સ્થળ સોમનાથમાં મહાશિવરાત્રી પર્વના ઉપલક્ષમાં ઉજવાનારા ત્રિદિવસીય સોમનાથ મહોત્સવનો પ્રારભં કરાવ્યો હતો.
મુખ્યમંત્રીએ આ ત્રિદિવસીય સોમનાથ મહોત્સવને શ્રદ્ધા–આસ્થા, કલા અને આરાધનાનો ત્રિવેણી સંગમ ગણાવ્યો હતો. રાય સરકારના પ્રવાસન વિભાગે કલા દ્રારા આરાધનાની થીમ સાથે આ સોમનાથ મહોત્સવનું આયોજન કર્યુ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સોમનાથ મહોત્સવનું આ સ્થળ માત્ર ધર્મસ્થાનક જ નહીં પરંતુ સંકલ્પ અને સંસ્કૃતિના પ્રતિક સાથો સાથ ભારતીય અસ્મિતાનું પણ અજોડ પ્રતિક છે.
એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં એક ભારત, શ્રે ભારતનું જીવતં ઉદાહરણ પણ છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સોમનાથ – તમિલ સંગમ અને કાશી – તમિલ સંગમનો પણ સવિશેષ ઉલ્લ ેખ કર્યેા હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મંદિરનું પુર્નનિર્માણ કરાવનારા લોહપુષ સરદાર વલ્લ ભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના આ વર્ષમાં સૌ પ્રથમવાર યોજાઈ રહેલા સોમનાથ મહોત્સવને સુભગ સંયોગ વર્ણવ્યો હતો.
ભૂપેન્દ્ર પટેલે સોમનાથ તીર્થસ્થાનના ઐતિહાસિક મહત્વની વાત કરતા કહ્યું કે, અરબી સમુદ્ર પાસે સરસ્વતી, હિરણ અને કપિલા નદીના ત્રિવેણી સંગમનું પણ મહાત્મ્ય છે.
રાય સરકારે સોમનાથ આવનારા પ્રવાસીઓ, યાત્રિકોને સરળ કનેકિટવિટી માટે સોમનાથ, દ્રારકા અને પોરબંદરને જોડતા સોમનાથ દ્રારકા એકસપ્રેસ–વેના નિર્માણ માટે આ વર્ષના બજેટમાં આયોજન કયુ છે તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.
પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય પ્રધુમનભાઈ વાજા, પ્રવાસન અને દેવસ્થાન વિભાગના સચિવ રાજેન્દ્રકુમાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા, મહેન્દ્રભાઈ પીઠિયા, રાજશીભાઈ જોટવા, માનસિંહભાઈ પરમાર તથા ગીર–સોમનાથ વહિવટી તંત્રના અને સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ, પ્રવાસીઓ અને કલારસીક નગરજનો આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
સોમનાથ મહોત્સવના પ્રારભં અવસરે પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીના પાવન પ્રસંગે કલા દ્રારા આરાધના થકી શિવત્વની દૈવીય ચેતના લોકો સુધી પહોંચી છે. ભગવાન શિવ આદિયોગી છે. શિવ આસ્થા માત્ર માન્યતા નથી, ભારતીય જીવનશૈલી છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્રારા પણ સોમનાથ–તમિલ સંગમ, મહાકુંભમાં જતાં લોકો માટે પેવેલિયનનું આયોજન કરી ધાર્મિક પ્રવાસનના વિકાસ માટેનું કાર્ય થયું છે. ત્યારે યાત્રાધામોના વિકાસ થકી પ્રવાસન સ્થળોને વધુ વિકસાવવાનું કાર્ય કરી રાજય સરકાર લાખો આસ્થાળુઓની અનન્ય શ્રધ્ધાની સંસ્કૃતિને પોષવા માટે યોગદાન આપી રહી છે.
ડો. સોનલ માનસિંહ દ્રારા સોમનાથનો ઈતિહાસ તાદ્રશ્ય કરતા હર હર મહાદેવ નાટકની પ્રસ્તુતિ
કલા દ્રારા આરાધનાના સોમનાથ મહોત્સવના પ્રથમ દિવસે પધ્મવિભૂષણથી સન્માનિત ડો. સોનલ માનસિંહે સોમનાથનો ઈતિહાસ તાદ્રશ્ય કરાવતા હર હર મહાદેવ નાટકની પ્રસ્તુતિ રજૂ કરી હતી. સાંસ્કૃતિક અને આધ્યાત્મિકતાસભર આ પ્રસ્તુતિને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ માણી હતી. ભગવાન સોમનાથના ઈતિહાસ અને મહાદેવના જીવન–કવનને પ્રતિબિંબિત કરતું અદ્રિતીય નૃત્ય–નાટક 'હર હર મહાદેવની પ્રસ્તુતિમાં ભગવાન શિવની મહાગાથાનું આલેખન કરાયું હતું. ભકિત, સંગીત અને વાર્તા કથનના માધ્યમથી ગંગા અવતરણ, શિવ તાંડવ સહિતની રચનાઓથી ડો. સોનલ માનસિંહ અને સમગ્ર ટીમે શિવ સ્વપને જીવતં બનાવ્યું હતું. આ તકે, દેવસ્થાન વિભાગના સચિવ રાજેન્દ્રકુમાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન રમેશ મેરજા, અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર, મહેન્દ્રભાઈ પીઠિયા, રાજશીભાઈ જોટવા, માનસિંહભાઈ પરમાર, જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, સોમનાથ ટ્રસ્ટના પ્રતિનિધિઓ, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
સૂર્યા ગાયત્રીના શિવ તાંડવે માહોલમાં જોશ ભરી દીધું
કલા દ્રારા આરાધનાના સોમનાથ મહોત્સવ માં પ્રથમ રાત્રીએ યુવા ગાયિકા સૂર્યા ગાયત્રીએ ગણેશ સ્તુતિ તેમજ શિવ તાંડવની જોશભરી પ્રસ્તુતિ કરીને વાતાવરણને આંદોલિત કરી દીધું હતું. આરોહ, અવરોહ સાથે શાક્રીય ગાયનની આ અદ્રત્પત પ્રસ્તુતિ સાંભળીને ઉપસ્થિત લોકો રીતસર મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
ત્રિવેણી ઘાટ ખાતે સંગમ આરતી કરતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કલા અને સંસ્કૃતિ દ્રારા આરાધનાના અલૌકિક સોમનાથ મહોત્સવને ખૂલ્લો મૂકતાં પહેલા ઢળતી સાંજે ત્રિવેણી સંગમ ઘાટ ખાતે સંગમ આરતી કરી હતી. જે રીતે ગંગા આરતી કરવામાં આવે છે, તે જ રીતે મુખ્યમંત્રીએ હિરણ, કપિલા અને સરસ્વતી નદીનું યાં પવિત્ર મિલન થાય છે, તેવા અરબી સમુદ્રના સંગમ સ્થળ પર વેદની ઋચાઓના ગાન સાથે આધાત્મિક અને દિવ્ય માહોલમાં ૧૦૮ દીપની સંગમ આરતી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech