જૂનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ જિલ્લ ા તથા જિલ્લ ા બહારના પેરોલ, ફર્લો રજા તથા વચગાળાના જામીન પરથી ફરાર થતાં કેદીઓને પકડી પાડવા સૂચના કરેલ હોય જે અનુસંધાને એલસીબી ઈ.ચા.પો.ઈન્સ. એ.બી.જાડેજાના માર્ગદર્શન મુજબ પો.સબ ઈન્સ. એ.બી.વોરા તથા ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન પેરોલ ફર્લો સ્ક્વોડના એ.એસ.આઈ. સુભાષભાઈ ચાવડા તથા પો.હેડ કોન્સ. પ્રવિણભાઈ મોરી તથા એલસીબીના પો. હેડ કોન્સ. રાજુભાઈ ગઢીયાને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે બાબરા પો.સ્ટે. ગુ.ર.નં.૬૯/૨૦૧૭ આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૨) એન, પોક્સો ૪, ૮ માટે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતો કેદી વચગાળાના જામીન રજા પરથી જેલ ખાતે હાજર થવાના બદલે છેલ્લ ા એક મહિનાથી ફરાર હોય જે કેદીને ગીરગઢડા પો. સ્ટે. વિસ્તારના ધોકડવાથી બેડીયા ગામના રસ્તા પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. પકડાયેલ ફરાર કેદી કપીલ ઉર્ફે જયરાજ મણીરામ હઠીનારાયણ (ઉ.વ.૩૧, રહે. ધોકડવા, તા.ગીરગઢડા, જિ. ગીર સોમનાથ)ને એલ.સી.બી. ઈ.ચા.પો.ઈન્સ. એ.બી.જાડેજા, પો. સબ ઈન્સ. એ.બી.વોરા, પો. હેડ કોન્સ. રાજુભાઈ ગઢીયા તથા પેરોલ ફર્લો સ્ક્વોડના એ.એસ.આઈ. સુભાષભાઈ ચાવડા, પો. હેડ કોન્સ. પ્રવિણભાઈ મોરી, ડ્રા. પો. કોન્સ. રાજુભાઈ પરમાર સહિતની ટીમે પકડી પાડ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહુવામાં ચાર વર્ષ પૂર્વે થયેલી મારામારીના કેસમાં બે શખ્સોને બે, બે વર્ષની સજા
April 04, 2025 03:24 PMતે મારી બહેનની સગાઇ કેમ તોડાવી નાખી ? યુવક ઉપર પરણિત પ્રેમિકાના પુત્ર, પતિ સહીત છનો હુમલો
April 04, 2025 03:24 PMસિહોરમાં બે અલગ અલગ જગ્યાએ આગની બે ઘટના
April 04, 2025 03:24 PMરોડ કંપનીના સુપરવાઈઝરના નામે ા.૧૯.૬૨ કરોડના વ્યવહારો થયા
April 04, 2025 03:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech