પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં ચાંદલોડિયા-આંબલી રોડ-ગોરાઘુમા-સાણંદ સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ સ્થાપિત કરવાના કાર્ય માટે 27 અને 28 ડિસેમ્બર 2025ના રોજ નોન-ઈન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે, જેની વિગતો નીચે મુજબ છે:
રદ કરાયેલી ટ્રેનો:
1) તારીખ 27.12.2025 ની ટ્રેન સંખ્યા 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.
2) તારીખ 28.12.2025 ની ટ્રેન સંખ્યા 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:
1) તારીખ 28.12.2025 અને 29.12.2025 ની ટ્રેન સંખ્યા 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ અને સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
2) તારીખ 27.12.2025 અને 28.12.2025 ની ટ્રેન સંખ્યા 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ સુરેન્દ્રનગર અને ગાંધીનગર કેપિટલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
પરિવર્તિત માર્ગ પર દોડનારી ટ્રેનો:
1) તારીખ 27.12.2025 ની ટ્રેન સંખ્યા 22957 ગાંધીનગર કેપિટલ-વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ ગાંધીનગર કેપિટલ-ચાંદલોડિયા B-વિરમગામને બદલે પરિવર્તિત માર્ગ વાયા ગાંધીનગર કેપિટલ-કલોલ-કટોસણ રોડ-વિરમગામ થઈને ચાલશે. આ ટ્રેન ચાંદલોડિયા નહીં જાય.
2) તારીખ 27.12.2025 ની ટ્રેન સંખ્યા 22958 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ વિરમગામ-ચાંદલોડિયા B-ગાંધીનગર કેપિટલને બદલે પરિવર્તિત માર્ગ વાયા વિરમગામ-કટોસણ રોડ-કલોલ-ગાંધીનગર કેપિટલ થઈને ચાલશે. આ ટ્રેન ચાંદલોડિયા સ્ટેશન પર નહીં જાય.
3) તારીખ 28.12.2025 ની ટ્રેન સંખ્યા 26901 સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ સાબરમતી-ચાંદલોડિયા B-વિરમગામને બદલે પરિવર્તિત માર્ગ વાયા સાબરમતી-કલોલ-કટોસણ રોડ-વિરમગામ થઈને ચાલશે.
4) તારીખ 28.12.2025 ની ટ્રેન સંખ્યા 22926 ઓખા-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ વિરમગામ-ચાંદલોડિયા-અમદાવાદને બદલે પરિવર્તિત માર્ગ વાયા વિરમગામ-કટોસણ રોડ-કલોલ-અમદાવાદ થઈને ચાલશે. આ ટ્રેન સાણંદ અને સાબરમતી (જેલ સાઈડ) નહીં જાય, પરંતુ આ દરમિયાન સાબરમતી (ધર્મનગર સાઈડ) સ્ટેશન પર ઊભી રહેશે.
રેલ મુસાફરોને વિનંતી છે કે તેઓ ટ્રેન વ્યવહારમાં થયેલા આ ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોની સ્થિતિની સચોટ માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.