મહારાષ્ટ્ર સરકારનું કોરોના સામેની લડાઈમાં આકરું વલણ : જાણો આજે લીધેલા કેટલાક મહત્વાના નિર્ણય

  • April 22, 2021 08:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ ભયાનક રીતે વધી રહ્યું છે અને બેડ તેમજ ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે વધુ કડક વલણ અપનાવતા કેટલાક મહત્વના નિર્ણય કર્યા છે. જેમાં આવતીકાલે રાતે 8 વાગ્યાથી 1 મે સુધી વધુ કડક પ્રતિબંધ અમલી બનશે. આ પ્રતિબંધને બીજા શબ્દોમાં લોકડાઉન કહિશું તો ભૂલ ભરેલું નથી. લગ્ન સમારંભમાં માત્ર 25 લોકોને જ મંજૂરી આપવામાં આવશે અને લગ્ન સમારોહ 2 કલાકથી વધુ નહીં યોજાઈ શકે. ઉપરાંત બસ 50 ટ્કા પેસેંજર સાથી જ ચાલશે. નિયમોના ઉલ્લંઘન પર 50 હજારનો દંડ પણ મહારાષ્ટ્ર સરકારે જાહેર કર્યો છે.

 

 

ઉધ્ધવ સરકારે જારી કરેલી નવી ગાઈડલાઈન અનુસાર સરકારી ઓફિસોમાં માત્ર 15 ટકા કર્મચારીઓ સાથે જ કામ કરવાનું રહેશે. જે અગાઉ 50 ટકા કર્મચારીઓ હતાં પરંતુ રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને લઈને સરકારે માત્ર 15 ટકા કર્મચારીઓ સાથે જ કામ કરવાની છૂટ આપી છે. જોકે કોવિડ સંસ્થાને આ નિયમ લાગુ પડશે નહીં. ઉપરાંત ખાનગી બસોને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવું હશે તો ડીએમએને સુચના આપવાની રહેશે. અને તેને 14 દિવસનો કોરોંટાઈન સ્ટેમ્પ લગાવવામાં આવશે. બસમાં 50 ટકા મુસાફરો સાથે જ પ્રવાસ કરવાનો રહેશે. બસમાં ઉભા ઉભા મુસાફરી કરવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.  

 

 

આદેશમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે જરૂરી સેવાઓ સાથે  જોડાયેલા લોકોને અત્યંત જરૂરી કામ હોય જેમ કે કોઈ અંગત બીમાર હોય અથવા કોઈના અવસાન સમયે જ જવાની છૂટ મળશે. કારણ વગર આવવા જવા માટે 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવાનું કહેવામાં આવ્યું છે. ઉપરાંત લોકલ સેવામાં પણ માત્ર ઇમરજન્સી સર્વિસ જ ચાલુ રહેશે.

 

 

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના મુંબઈમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ વધુ લોકો સંક્રમિત થાય નહી અને કોરોનાને કંટ્રોલ કરી શકાય, કોરોના મહામારીની ચેન તોડી શકાય આથી એ માટે આકરા પ્રતિબંધોની આવશ્યકતા હોવાનું અને રાજ્યમાં લોકડાઉન કરવાનું ઉધ્ધવ સરકારને અનેક ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા સુચવવામાં આવ્યું હતું.        


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS