રતન ટાટા નામને કોઈ પરિચયની જરૂર નથી. રતન ટાટાએ તેમના જીવનમાં ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે અને કદાચ તેનું વર્ણન થોડા શબ્દોમાં કરવું અશક્ય છે. તેઓ માત્ર એક સફળ ઉદ્યોગપતિ જ નહીં, પણ એક મહાન ઉદ્યોગપતિ, પરોપકારી અને લાખો લોકો માટે આશાનું પ્રતીક પણ હતા. રતન ટાટા 1991 થી 2012 સુધી ટાટા ગ્રૂપ્ના ચેરમેન હતા અને આ સમય દરમિયાન તેમણે ટાટા ગ્રૂપ્ને ખૂબ ઊંચાઈ પર લઈ ગયા. તેણે ટાટાને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બનાવી.
રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે 1962માં કોર્નેલ યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચરમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી. પછી, 1975 માં, તેણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં એડવાન્સ મેનેજમેન્ટ પ્રોગ્રામ પૂર્ણ કર્યો. તેમના પિતા નવલ ટાટા એક સફળ ઉદ્યોગપતિ હતા અને તેમણે ટાટા જૂથમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. બીજી તરફ, રતન ટાટાની માતા સોની ટાટા ગૃહિણી હતા. રતન ટાટા માટે કામ પૂજા સમાન હતું. તેમના મતે કામ ત્યારે જ સારું થાય છે જ્યારે તમે તેનું સન્માન કરો છો. તેમની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેઓ હંમેશા શાંત અને નમ્ર રહેતા હતા. તે કંપ્નીના નાનામાં નાના કર્મચારીને પણ પ્રેમથી અને સન્માનથી મળતા હતા, તેમની જરૂરિયાતોને સમજતા હતા અને દરેક શક્ય રીતે મદદ કરતા હતા. તેઓ કહેતા હતા કે, જો તમારે કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવી હોય, તો તે કામની શરૂઆત ભલે તમે એકલા હાથે કરી હોય, પરંતુ તેને ઉંચાઈ પર પહોંચાડવા માટે લોકોના સહયોગ જરૂરી છે. લોકોના સાથે મળીને જ આપણે આગળ વધી શકીએ છીએ.
1962માં ટાટા ઇન્ડસ્ટ્રીઝમાં સહાયક તરીકે જોડાયા
રતન ટાટા 1962માં ટાટા ઇન્ડસ્ટ્રીઝમાં સહાયક તરીકે ટાટા ગ્રુપમાં જોડાયા હતા. બાદમાં, તે જ વર્ષે, તેમણે ટાટા એન્જિનિયરિંગ અને લોકોમોટિવ કંપ્નીના જમશેદપુર પ્લાન્ટમાં 6 મહિનાની તાલીમ લીધી. વિવિધ કંપ્નીઓમાં સેવા આપ્યા બાદ, તેઓ 1971માં નેશનલ રેડિયો અને ઈલેક્ટ્રોનિક્સ કંપ્નીના ડાયરેક્ટર-ઈન્ચાર્જ તરીકે નિયુક્ત થયા. 1981માં, તેમને ટાટા ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન બનાવવામાં આવ્યા જે જૂથની અન્ય હોલ્ડિંગ કંપ્ની છે.
નિવૃત્તિ સુધી ટાટા સન્સના ચેરમેન
રતન ટાટા 1991 થી 28 ડિસેમ્બર 2012 ના રોજ તેમની નિવૃત્તિ સુધી ટાટા જૂથની હોલ્ડિંગ કંપ્ની ટાટા સન્સના ચેરમેન હતા. આ સમયગાળા દરમિયાન, તેઓ ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ, ટાટા પાવર, ટાટા ગ્લોબલ બેવરેજિસ, ટાટા કેમિકલ્સ, ઈન્ડિયન હોટેલ્સ અને ટાટા ટેલિસર્વિસિસ સહિત ટાટા ગ્રૂપ્ની કંપ્નીઓના ચેરમેન હતા. તેઓ ભારત અને વિદેશની વિવિધ સંસ્થાઓ સાથે પણ જોડાયેલા હતા. રતન ટાટા મિત્સુબિશી કોર્પોરેશન અને જેપી મોર્ગન ચેઝના આંતરરાષ્ટ્રીય સલાહકાર બોર્ડમાં પણ હતા. તેઓ સર રતન ટાટા ટ્રસ્ટ અને એલાઈડ ટ્રસ્ટ, સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને એલાઈડ ટ્રસ્ટના અધ્યક્ષ હતા. તેઓ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચની મેનેજમેન્ટ કાઉન્સિલના અધ્યક્ષ હતા. તેમણે કોર્નેલ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાના ટ્રસ્ટીઓના બોર્ડમાં પણ સેવા આપી હતી.
21 વર્ષની ઉંમરે 1991માં ટાટા ગ્રુપના અધ્યક્ષ બન્યા હતા
રતન ટાટાને 1991માં 21 વર્ષની ઉંમરે ઓટોથી લઈને સ્ટીલ સુધીના બિઝનેસ સાથે સંકળાયેલા ટાટા ગ્રુપ્ના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. ચેરમેન બન્યા બાદ તેમણે ગ્રૂપ્નું નેતૃત્વ કર્યું, જેની સ્થાપ્ના તેમના પરદાદા દ્વારા એક સદી પહેલા કરવામાં આવી હતી. 1996 માં, ટાટાએ ટેલિકોમ કંપ્ની ટાટા ટેલિસર્વિસિસની સ્થાપ્ના કરી અને 2004 માં, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ બજારમાં સૂચિબદ્ધ થઈ હતી. ચેરમેન પદ છોડ્યા પછી, તેમને ટાટા સન્સ, ટાટા ઇન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને ટાટા કેમિકલ્સના માનદ ચેરમેનનું બિરુદ આપવામાં આવ્યું હતું.
ટાટા સ્ટીલથી શરૂઆત કરી
રતન ટાટાનો ઉછેર તેમની દાદીએ કર્યો હતો. પ્રારંભિક અભ્યાસ પછી વર્ષ 1959 માં, રતન ટાટાએ ભારતમાં આર્કિટેક્ચર અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને પછી અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ હાંસલ કર્યું હતું. આ પછી, તેઓ વર્ષ 1962 માં ભારત પાછા ફયર્િ અને ટાટા સ્ટીલથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જો કે, શરૂઆતમાં તેઓ એક કર્મચારી તરીકે જોડાયા હતા અને અનુભવ હાંસલ કર્યું હતું.
સંખ્યાબંધ એક્વિઝિશન સાથે વૈશ્ર્વિક પટલ પર ટાટા ગ્રુપનું સામ્રાજ્ય
જેમના નેતૃત્વમાં ટાટા ગ્રૂપ દ્વારા અનેક એક્વિઝિશન કરવામાં આવ્યા હતા. જેમાં ટેટલીનું 43.13 કરોડ ડોલરમાં, કોરસ સ્ટીલ જાયન્ટનું 11.3 અબજ ડોલરમાં અને જેગુઆર લેન્ડ રોવરનું 2.3 અબજ ડોલરમાં એક્વિઝિશન મુખ્ય છે. આ સંખ્યાબંધ એક્વિઝિશન સાથે વૈશ્વિક પટલ પર ટાટા ગ્રૂપ્નું સામ્રાજ્ય 100 થી વધુ દેશમાં ફેલાયું હતું. ટાટા ગ્રૂપ દ્વારા આ સમયગાળામાં ઘણી હોટેલ, કેમિકલ્સ કંપ્નીઓ અને કોમ્યુનિકેશન્સ નેટવર્ક તથા એનજીર્ ક્ષેત્રે પણ બિઝનેસ હસ્તગત કરવામાં આવ્યા હતા. સવિશેષ એર ઈન્ડિયાને ફરી ટાટાએ તેમની હસ્તક લેવામાં સફળતા મેળવી હતી. જે તેમના કાકા અને મેન્ટર જેહાગીર રતનજી દાદાભોય ટાટા દ્વારા 1932 માં સ્થાપિત કરવામાં આવી હતી.
રતન ટાટાને પ્રાણીઓ પ્રત્યે લગાવ
રતન ટાટાને પ્રાણીઓ અને ખાસ કરીને રખડતા કૂતરા ખૂબ જ પસંદ હતા. તે ઘણી એનજીઓ અને એનિમલ શેલ્ટર્સને પણ દાન આપતા હતા. તેમનો ટ્રસ્ટ આર્થિક સંકટથી પીડાતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપે છે. આવા વિદ્યાર્થીઓએ જે.એન. ટાટા એન્ડોમેન્ટ, સર રતન ટાટા સ્કોલરશિપ અને ટાટા સ્કોલરશિપ દ્વારા મદદ પૂરી પાડવામાં આવે છે.
સાદગીપૂર્ણ જીવન જીવતા હતા
રતન ટાટા ખૂબ જ સાદગીપૂર્ણ જીવન જીવતા હતા, પરંતુ તેમને ઘણી વસ્તુઓનો શોખ પણ હતો. જેમાં કાર ચલાવવી, પિયાનો વગાડવું, આ સાથે વિમાન ઉડાવવું પણ તેમની ફેવરિટ લિસ્ટમાં સૌથી ઉપર હતું. ટાટા સન્સમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે કહ્યું હતું કે હવે હું મારા બાકીના જીવનમાં મારા શોખ પૂરા કરવા માંગુ છું. હવે હું માત્ર રૂપિયાનો વગાડીશ અને વિમાન ઉડાવાનો મારો શોખ પૂરો કરીશ."
અનેક પુરસ્કારોથી સન્માનિત
રતન ટાટાને ઘણા નોંધપાત્ર પુરસ્કારો અને સન્માનોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ જેવા પુરસ્કારોથી બિરદાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને ઓહિયો સ્ટેટ યુનિવર્સિટી દ્વારા બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના માનદ ડોક્ટર, ઉરુગ્વે સરકાર દ્વારા ઉરુગ્વે ઓરિએન્ટલ રિપબ્લિક મેડલ, કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા કાયદાના માનદ ડોક્ટર, સિંગાપોર સરકાર દ્વારા માનદ નાગરિક પુરસ્કાર, બ્રિટનના રાણી એલિઝાબેથ (બીજા) દ્વારા ઓનરરી નાઈટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર, ઇટાલિયન સરકાર દ્વારા ઇટાલિયન રિપબ્લિકના ઓર્ડર ઓફ મેરિટના ગ્રાન્ડ ઓફિસર, એશિયન એવોડ્ર્સ દ્વારા બિઝનેસ લીડર ઓફ ધ યર, જાપાન સરકાર દ્વારા ગ્રાન્ડ કોર્ડન ઓફ ધ ઓર્ડર ઓફ ધ રાઇઝિંગ સન, ફ્રાન્સ સરકાર દ્વારા લીજન ઓફ ઓનરના કમાન્ડર સહિતના અનેક આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
ટાટા સ્ટીલથી શરૂઆત કરી
રતન ટાટાનો ઉછેર તેમની દાદીએ કર્યો હતો. પ્રારંભિક અભ્યાસ પછી વર્ષ 1959 માં, રતન ટાટાએ ભારતમાં આર્કિટેક્ચર અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને પછી અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ હાંસલ કર્યું હતું. આ પછી, તેઓ વર્ષ 1962 માં ભારત પાછા ફયર્િ અને ટાટા સ્ટીલથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જો કે, શરૂઆતમાં તેઓ એક કર્મચારી તરીકે જોડાયા હતા અને અનુભવ હાંસલ કર્યું હતું.
1971માં નેશનલ રેડિયો એન્ડ ઈલેક્ટ્રોનિક્સમાં ડિરેક્ટર બન્યા
ટાટા ગ્રુપ્ની વિવિધ કંપ્નીઓમાં કામ કરીને પોતાની કારકિર્દી બનાવનાર રતન ટાટા વર્ષ 1971માં નેશનલ રેડિયો એન્ડ ઈલેક્ટ્રોનિક્સ (નેલ્કો)માં ડિરેક્ટર બન્યા હતા. એક એપ્રેન્ટિસથી ડિરેકટર મનવાની સફર સુધી પહોંચવામાં તેમને નવ વર્ષ લાગ્યા હતા. ભારતમાં ગમે ત્યાં એક નજર કરો, તો તમને એક બ્રાન્ડ લગભગ બધે જ મળશે. એ ટાટા છે. દેશમાં એવી વ્યક્તિ શોધવી મુશ્કેલ હશે જેમણે ટાટાની પ્રોડક્ટનો ઉપયોગ ન કર્યો હોય. ટાટા સોલ્ટ(મીઠું)થી લઈને ટાટા મોટર્સ સુધી ટાટા ભારતની સૌથી સર્વવ્યાપક બ્રાન્ડ રહી છે. વર્ષ 1991માં જેઆરડી ટાટા પાસેથી ટાટા સન્સના ચેરમેન અને ટાટા ટ્રસ્ટના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળનાર રતન ટાટાએ ભારતના આર્થિક ઉદારીકરણના સમયે ટાટા ગ્રૂપની નવરચનાની શરૂઆત કરી હતી.
રતન ટાટાએ આપેલા કેટલાક સુવિચાર
- હું યોગ્ય સાચા નિર્ણય લેવામાં નથી માનતો. હું પહેલા નિર્ણય લઉં છું અને પછી તેને સાચો બનાવું છું.
- જો તમારે ઝડપથી આગળ વધવું હોય તો એકલા ચાલો, પણ જો તમારે દૂર સુધી જવું હોય તો સાથે જાવ.
- કોઈ લોખંડનો નાશ કરી શકતું નથી, પરંતુ તેનો પોતાનો કાટ જ તેને નષ્ટ કરી શકે છે! તેવી જ રીતે, કોઈ માણસનો નાશ કરી શકતો નથી, પરંતુ તેની પોતાની માનસિકતા તેનો નાશ કરી શકે છે!
- હું એવા લોકોની પ્રશંસા કરું છું જેઓ ખૂબ જ સફળ છે. પરંતુ જો તે સફળતા ખૂબ જ નિર્દયતાથી પ્રાપ્ત થઈ હોય, તો હું તે વ્યક્તિની પ્રશંસા તો કરીશ, પરંતુ તેનો આદર કરી શકતો નથી.
- ખૂબ ગંભીર ન બનો, જીવનનો આનંદ માણો.
- લોકો જે પથ્થરો તમારા પર ફેંકે છે તેમને એકઠા કરી તેમનો ઉપયોગ સ્મારક બનાવવા માટે કરો.
1971માં નેશનલ રેડિયો એન્ડ ઈલેક્ટ્રોનિક્સમાં ડિરેક્ટર બન્યા
ટાટા ગ્રુપ્ની વિવિધ કંપ્નીઓમાં કામ કરીને પોતાની કારકિર્દી બનાવનાર રતન ટાટા વર્ષ 1971માં નેશનલ રેડિયો એન્ડ ઈલેક્ટ્રોનિક્સ (નેલ્કો)માં ડિરેક્ટર બન્યા હતા. એક એપ્રેન્ટિસથી ડિરેકટર મનવાની સફર સુધી પહોંચવામાં તેમને નવ વર્ષ લાગ્યા હતા. ભારતમાં ગમે ત્યાં એક નજર કરો, તો તમને એક બ્રાન્ડ લગભગ બધે જ મળશે. એ ટાટા છે. દેશમાં એવી વ્યક્તિ શોધવી મુશ્કેલ હશે જેમણે ટાટાની પ્રોડક્ટનો ઉપયોગ ન કર્યો હોય. ટાટા સોલ્ટ(મીઠું)થી લઈને ટાટા મોટર્સ સુધી ટાટા ભારતની સૌથી સર્વવ્યાપક બ્રાન્ડ રહી છે. વર્ષ 1991માં જેઆરડી ટાટા પાસેથી ટાટા સન્સના ચેરમેન અને ટાટા ટ્રસ્ટના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળનાર રતન ટાટાએ ભારતના આર્થિક ઉદારીકરણના સમયે ટાટા ગ્રૂપ્ની નવરચનાની શરૂઆત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech