ગોંડલી નદી પરના બ્રિજના કારણે સર્જાયેલ ટ્રાફિક સમસ્યાઓને હલ કરો

  • October 23, 2024 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલ નાં રાજાશાહી સમય નાં બન્ને પુલ હેવી વાહનો માટે બધં કરાયા હોય લોકો પરેશાની ભોગવી રહ્યા ની વિગત દર્શાવી સ્કુલ બસ,એસટી.બસ સહીત નાં વાહનો ને પુલ પર થી પસાર થવા માટે મંજુરી આપવા તાકીદ ની રજુઆત રાજપુત યુવક મંડળ ટ્રસ્ટ નાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ મુખ્યમંત્રીને કરી છે.
રજુઆતમાં દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું કે   મહારાજા ભગવતસિંહજીના કાર્યકાળ દરમ્યાન ગોંડલ શહેરને બે ભાગમાં વિભાજિત કરતી ગોંડલી નદી ઉપર બે ઓવરબ્રિજ નિર્માણ પામેલ છે. એક સદી પહેલા બંધાયેલા આ પુલ આજની તારીખે પણ એટલાજ મજબૂત છે. વર્ષેાથી આ બ્રિજ મારફત પૂર્વ ગોંડલ વિસ્તાર અને આગળ જતાં ભાવનગર સુધીનો લાંબો ભૌગોલિક પટ્ટો આ બ્રિજનો ઉપયોગ કરે છે. આટકોટ જસદણ બોટાદ ભાવનગર અમદાવાદ અને દક્ષિણ–પૂર્વીય ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર સહિત અનેક ગામડાઓનો આ મુખ્ય માર્ગ છે. ટ્રાફિકની દ્રષ્ટ્રિએ આ પુલ અત્યતં વ્યસ્ત અને ઉપયોગી પુલ છે. ગોંડલના બે ઐતિહાસિક બ્રિજને લઈને હાઇકોર્ટમા જાહેરહિતની અરજી થવા પામી હતી આ બાબતમાં કલેકટર રાજકોટ, શહેરી વિભાગ અને ગોંડલ નગરપાલિકા સહિત વિભાગો એક બીજાના માથે જવાબદારી ઢોળી રહ્યા છે. આ  હેરિટેઝ વિવાદના કારણે  સમગ્ર મામલો  હાઇકોર્ટમાં જતા આ રસ્તો ભારે વાહનો માટે બધં કરવામાં આવેલ છે. આ બને બ્રિજ સામે બીજો કોઈ સારો વિકલ્પ નથી તેથી નાછૂટકે સુરેશ્રવર મહાદેવ મંદિર પાસેના વેરી તળાવ  ડેમના નીચાણવાળા સર્વિસ રોડ પાસેથી પસાર થતો ખુબ સાંકડો  અને ટૂકી પટ્ટીનાં રોડ નો ઉપયોગ થઈ રહ્યો છે.
 આા રોડ પર ટ્રાફિકના કારણે વાહનોની લાંબી લાઈનો લાગે છે.  યાર્ડમાં આવતા જણશી ના વાહનો, બસ, ટ્રક, કન્ટેનરના કારણે આ રોડ ભરચક રહે છે. જેને કારણે આ રસ્તો પણ તૂટીને બિસ્માર હાલતમાં છે. આ ટ્રાફિક જામમાથી નીકળવા માટે વાહનો નજીકના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થઈ રહયા છે. હેવી ટ્રાફિકના કારણે આ ગ્રામ્ય રોડ નષ્ટ્ર થઈ રહ્યા છે. ગામડાઓના આ સિંગલ રસ્તાઓ વનવે જેવા છે. તેથી ગ્રામ્ય પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડે છે. સ્કૂલ વાહનો અને ઈમરજન્સી મેડિકલ વ્હીકલ ટ્રાફિક જામમાં ફસાઈને વિલંબિત થાય છે. સરવાળે સમગ્ર પ્રજા બેહદ ત્રાસ ભોગવી રહી છે. ગ્રામીણ આમજનતાની આ મુશ્કેલીઆના ઉકેલ માટે સરકારએ ત્વરિત પ્રબધં કરવા તથા નવા પુલોનું નિર્માણ થાય ત્યાં સુધી કામચલાવ ધોરણે બને પુલ દરેક વાહનો માટે ચાલુ કરી દેવા તથા પેસેંજર બસ એસટી બસ સહિતના આવશયક વાહનો માટે આ પુલના ઉપયોગની પરમીશન આપવા રજુઆત માં જણાવાયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application