તળાજા તાલુકાના લાકડિયા ગામે આવેલા મેલડીમાંના મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી ચાંદીના ૧૩ છત્તર કિં.રૂ.૧૧,૬૦૦ ના મુદ્દામાલ સાથે બે શખ્સોને શહેરના જવાહર મેદાનમાં લોમડાના ઝાડ નીચેથી ઝડપી લીધા હતા.
ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે, અગાઉ મંદીર ચોરીઓનાં ગુન્હામા પકડાયેલ બે શખ્સો ચાંદિનાં છત્તર વિગેરે ચાંદીના ઘરેણાં સાથે રીલાયન્સ પેટ્રોલ પંપની સામે, જવાહર મેદાનની અંદર લીમડા નીચે બેઠા છે. અને તે ચાંદિનાં છત્તર વિગેરે ઘરેણાં કયાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે. જે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા બે શખ્સો પાસેથી શંકાસ્પદ છત્તર-૧૩ મળી આવેલ.જે છત્તર રાખવા અંગે બંનેની પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ.જે છત્તર સોની પાસે ખરાઇ કરાવતાં ચાંદિના છત્તર હોવાનું જણાય આવેલ.
જેથી આ છત્તર નંગ-૧૩ શક પડતી મિલકત તરીકે કબ્જે લઈ બંને શખ્સો તેની પાસેથી મળી આવેલ છત્તર બાબતે વધુ પુછપરછ દરમિયાન આ છત્તર સહિત બીજા ચાંદીના છત્તર બન્ને તથા તેના અન્ય માણસો સાથે મળી ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના લાકડીયા ગામે મેલડીમાંના મંદિરેથી ચોરી કરેલ હોવાનું જણાવતા હરેશ ઉર્ફે બોખો રમેશભાઇ વેરશીભાઇ વાઘેલા (ઉ.વ.૨૦ ધંધો-ખેત મજુરી રહે.કઠુડી ખોડીયાર માતાના મંદીર સામે, કઠવા તા.તળાજા. જી.ભાવનગર)અને કાળુ લખુભાઇ જીલીયા (ઉ.વ.૫૯ ધંધો-મજુરી રહે. મુળ- ગુરૂકુલ પાછળ, સાળંગપુર રોડ, લાઠીદડ તા.જી. બોટાદ હાલ-વિક્રમસિંહ સરવૈયાની વાડીમાં, નવી કામરોલ તા.તળાજા જી.ભાવનગર ૩. સુરેશભાઇ વેરશીભાઇ વાઘેલા રહે.કઠવા તા.તળાજા જી.ભાવનગર)ની ધરપકડ કરી વધુ પૂછતાછ દરમ્યાન બન્નેએ ગોવિંદ રમેશભાઇ પરમાર (રહે.શ્રી હોટલની સામે, ગોંડલ,જી.રાજકોટ હાલ-કઠવા તા.તળાજા જી.ભાવનગર)નું નામ આપતા ચાંદીના અલગ-અલગ વજનના છત્તર નંગ-૧૩ કિ.રૂ.૧૧,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ગોવિંદ રમેશભાઈ પરમારને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. ઝડપાયેલા આરોપીઓ સામે નોંધાયેલ ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ મથકના ફ.ગુ.ર.નં.૦૨૩૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ:-૩૦૫(ડી),૩૩૧(૪) મુજબ
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના ઘનશ્યામભાઇ ગોહિલ, વિઠ્ઠલભાઇ બારૈયા, સાગરભાઇ જોગદિયા, મહેન્દ્દભાઇ ચૌહાણ, અરવિંદભાઇ બારૈયા, અશોકભાઇ ડાભી, સંજયભાઇ ચુડાસમા, અનિલભાઇ સોલંકી, જયદિપસિંહ ગોહિલ અને પ્રજ્ઞેશભાઇ પંડયા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં ઈલોન મસ્કની સ્ટારલિંકનો માર્ગ મોકળો, સેટેલાઇટ ઇન્ટરનેટ લાઇસન્સ મળ્યું
June 06, 2025 05:09 PMઅનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
June 06, 2025 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech