જામનગરની સરકારી હોસ્પિટલની મોટી સમસ્યાનો ઉકેલ: એમ.આર.આઈ. મશીન આવશે

  • May 27, 2021 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જી. જી. હોસ્પિટલમાં 18 કરોડના ખર્ચે નવું મશીન ખરીદાશે: ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી દર્દીઓની એમ.આર.આઈ. સુવિધા માટે જી.જી. હોસ્પિટલ અને વિઝન એમ.આર.આઈ. સેન્ટર,જામનગર વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા

જી.જી. હોસ્પીટલમાં છેલ્લા કેટલાય સમયથી મહત્વનું ગણાતુ એમઆરઆઇ મશીન બંધ થઇ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે ત્યારે આખરે સત્તાધિશોએ ા. 18 કરોડના ખર્ચે હોસ્પીટલ માટે નવું એમઆરઆઇ મશીન ખરીદવા નિર્ણય લીધો છે. અને જયાં સુધી નવુ મશીન ન આવે ત્યાં સુધી વિઝન એમઆરઆઇ સેન્ટર જામનગર વચ્ચે એમઓયુ કરવામાં આવ્યુ છે.

જી.જી. હોસ્પિટલ જામનગર ખાતેના ગુરુ ગોબિંદસિંધ સરકારી હોસ્પિટલ રેડિયોલોજી વિભાગમાં રહેલ એમ.આર.આઈ. મશીન તા. 16/03/2021 નાં રોજ યાંત્રિક કારણોસર બંધ પડી ગયેલ.જે બાદમાં હોસ્પિટલ દ્વારા મશીન ઉપલબ્ધ કરાવતી કંપનીના એન્જીનીયર પાસે આ મશીન ચેક કરાવવામાં આવેલ.ત્યારે એન્જીનીયર દ્વારા જણાવ્યા મુજબ એમ.આર.આઈ. મશીન જુનું હોય કમ્પની દ્વારા હાલ મશીન માટેના કોમ્યુટર સોફ્ટવેરને લગતા પાટ્ર્સ હવે કંપની ઉપલબ્ધ કરાવી શકે તેમ નથી તેમજ મશીન બંધ પડેલ હોય તેને પુન: કાર્યરત કરવા અંગેની કંપની જવાબદારી લેતી નથી. આથી હોસ્પિટલ દ્વારા નવું એમ.આર.આઈ મશીન કે જેની અંદાજીત કિંમત ા. અઢાર કરોડ જેટલી થાય છે તે ખરીદ કરીને જી.જી. હોસ્પિટલ ને ફાળવવા અંગેની આરોગ્ય વિભાગમાં દરખાસ્ત કરવામાં આવેલ છે.અત્રે સુવિદિત છે કે આ પ્રકારની ખરીદી માટે સરકારમાં એક નિશ્ચિત પ્રક્રિયા અનુસરવાની રહે છે.

હાલ જામનગરની ગુરુ ગોબિંદસિંધ સરકારી હોસ્પિટલમાં સદરહુ નવું એમ.આર.આઈ મશીન ફાળવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તે પૂર્ણ થયે જેમ બને તેમ ઝડપથી જામનગરને નવું એમ.આર.આઈ.મશીન ફાળવી આપવામાં આવશે. આ દરમિયાન હોસ્પીટલમાં દાખલ થતા દર્દીઓ કે સારવાર માટે આવતા દર્દીઓને એમ.આર.આઈ કરવાની જરૂરત પડે તેવા સંજોગોમાં દર્દીઓને કોઈ હાલાકી ન પડે તે માટે હોસ્પિટલ અને મેં.વિઝન એમ.આર.આઈ. સેન્ટર, જામનગર વચ્ચે એમ.ઓ.યુ કરવામાં આવ્યું છે.જે રીતે હોસ્પિટલ બિલ્ડીંગમા એમ.આર.આઈ. થતું હતું તે જ રીતે હાલ મેં.વિઝન એમ.આર.આઈ. સેન્ટર, જામનગર ખાતે થઈ રહ્યું છે.જેનો દર્દીઓ લાભ લઇ શકશે તેમ શ્રી એમ.પી.શાહ મેડીકલ કોલેજના ડીન નંદિની દેસાઇ તથા જી.જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. દિપક તિવારી દ્વારા જણાવાયું છે.

નવું એમઆરઆઇ મશીન આવશે ત્યારે ગરીબોને થશે મોટી રાહત...

જામનગરની જી.જી. હોસ્પીટલ એ સૌરાષ્ટ્રની મોટામા મોટી હોસ્પીટલ છે, છેલ્લા કેટલાય સમયથી એમઆરઆઇ મશીન બંધ હાલતમાં છે ત્યારે ગરીબ દર્દીઓને પીયા દઇને બહાર એમઆરઆઇ કરાવવું પડે છે, સરકારે ા. 18 કરોડના ખર્ચે નવું એમઆરઆઇ મશીન ખરીદવાની જાહેરાત કરી છે અને જયાં સુધી આ નવું મશીન ન આવે ત્યાં સુધી વિઝન એમઆરઆઇ અને જી.જી. હોસ્પીટલ વચ્ચે કરાર થયા છે તેથી દર્દીઓને કોઇ મુશ્કેલી નહીં પડે, જેમ બને તેમ ઝડપથી મશીન આવે તેમ દર્દીઓ ઇચ્છી રહયા છે, આમ જી.જી. હોસ્પીટલમાં હવે એમઆરઆઇ મશીન આવશે તેવી જાહેરાત થતા જ તેનો લાભ અનેક લોકોને મળશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)