મધર ઇન્ડિયાથી લઈને નીરજા સુધીની આટલી ફિલ્મો મહિલાઓની દર્શાવે છે શક્તિ

  • March 08, 2021 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસ તેમને સમર્પિત કરવામાં આવ્યો છે, સમાજમાં મહિલાઓની ભૂમિકાને પ્રકાશિત કરતી આવી ઘણી ફિલ્મો બોલિવૂડમાં પણ બની છે, જેના દ્વારા મહિલાઓએ બતાવ્યું છે કે સમાજમાં મહિલાઓનું યોગદાન પુરુષો જેટલું જ છે. હવે અમે તમને બોલીવુડની આવી કેટલીક ફિલ્મ્સ વિશે જણાવવા માંગીએ છીએ જે તમારે મહિલા દિવસ પર જોવી જ જોઇએ.

મધર ઇન્ડિયા 
જ્યારે મહિલા કેન્દ્રિત ફિલ્મોની વાત આવે છે ત્યારે મધર ઈન્ડિયાનું નામ પહેલા આવે છે. આ ફિલ્મમાં નરગિસ મુખ્ય ભૂમિકામાં હતી. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે નરગિસનો પતિ તેમને છોડીને જાય છે અને ત્યારબાદ તે એકલા પરિવાર અને બાળકોની જવાબદારી લે છે. આ દરમિયાન, તેણીને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે, પરંતુ તે પરિવારને એકલા દરેક મુશ્કેલીથી બચાવે છે.
ઇંગ્લિશ વિંગ્લિશ

ઈંગ્લીશ-વિન્ગ્લીશ  
શ્રીદેવી ભલે આજે આપણી વચ્ચે ન હોય, પરંતુ તેણીની ફિલ્મો અને તે તેજસ્વી ચહેરો આજે પણ દરેકના હૃદયમાં છે. તેણે મહિલા સશક્તિકરણ પર ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ મોમ અને ઇંગ્લિશ વિંગ્લિશ ફિલ્મ મહિલા દિવસ માટે યોગ્ય છે. ઇંગ્લિશ વિંગલિશ બતાવે છે કે કેવી રીતે સ્ત્રી પોતાના પરિવાર માટે પોતાને ભૂલી જાય છે, પરંતુ અંગ્રેજીમાં ન આવડતું હોવાને કારણે તેનું કુટુંબ તેનું મૂલ્ય કરતું નથી. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે પાછળથી શ્રીદેવી અંગ્રેજી શીખી અને દરેકને પોતાનું મૂલ્ય સમજાવે.

મોમ
મોમમાં  બતાવવામાં આવ્યું છે કે જ્યારે વાત બાળક ઉપર આવે છે ત્યારે સ્ત્રી માતા કાલીનું રૂપ કેવી રીતે લે છે. ફિલ્મની વાર્તા એ છે કે સાવકી પુત્રી પર બળાત્કાર ગુજાર્યા પછી, જ્યારે માતાને કાયદાનું સમર્થન મળ્યું ત્યારે તે પોતે બધા અપરાધીઓને સજા કરે છે.

ક્વીન 
કંગનાની ફિલ્મ ક્વીન બતાવે છે કે લગ્નના એક દિવસ પહેલા વરરાજો કેવી રીતે છોકરીને લગ્નનો ઇનકાર કરે છે, પરંતુ તૂટી પડવાને બદલે, છોકરી તેના હનીમૂન પર એકલી જાય છે અને તેની બધી ઇચ્છાઓ પૂરી કરે છે.

નીરજા
સોનમ કપૂર અભિનીત નીરજાની વાર્તા ફ્લાઇટ એટેન્ડન્ટ નીરજા ભનોત પર આધારિત છે, જેમણે વિમાન હાઇજેક થયું ત્યારે લોકોના જીવ બચાવવા પોતાનો જીવ આપ્યો. આ ફિલ્મ માટે સોનમને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS