દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શીત લહેર અને ધુમ્મસ સતત કહેર વરસાવી રહ્યા છે. જો કે હજુ પણ લોકો કડકડતી ઠંડીની રાહ જોઈ રહ્યા છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ધુમ્મસ અને ઠંડી માટે યેલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે સવારે ઉત્તર ભારતના તમામ રાજ્યોમાં ધુમ્મસનો કહેર જોવા મળી રહ્યો છે. ધુમ્મસને કારણે વિઝિબિલિટી લગભગ ઝિરો થઈ ગઈ છે અને તેના કારણે 200 જેટલી ફ્લાઈટ મોડી પડી છે તથા અસંખ્ય ટ્રેનોનું શેડ્યુલ પણ ખોરવાયું છે.
ઠંડીના કારણે ઉત્તર ભારતના દિલ્હી-એનસીઆર, યુપી, હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહારમાં ધુમ્મસ અને શીત લહેરની ગંભીર અસર જોવા મળી છે. હવામાન વિભાગ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશની રાજધાની દિલ્હીમાં આગામી 6 જાન્યુઆરી સુધી ભારે પવન સાથે વરસાદની સંભાવના છે.
જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પર્વતીય રાજ્યોમાં હિમવર્ષા અને તાપમાનમાં ઘટાડો સાથે શિયાળો વધી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. કુકરનાગ, કુપવાડા અને શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 6 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે. ઉત્તરાખંડમાં આજે હવામાન સ્વચ્છ રહેશે. ધુમ્મસ અને કોલ્ડવેવની કોઈ ચેતવણી નથી. આ સ્થિતિ 9 જાન્યુઆરી સુધી રહેવાની શક્યતા છે. આજે હિમાચલ પ્રદેશમાં હવામાન સ્વચ્છ રહેવાની ધારણા છે, જોકે 5 અને 6 જાન્યુઆરીએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.
આજે પશ્ચિમ ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેવાની ધારણા છે. જો કે, મોડી રાત્રે અને વહેલી સવારના કલાકો દરમિયાન હળવાથી મધ્યમ ધુમ્મસ થઈ શકે છે. આ સિવાય પૂર્વી ઉત્તર પ્રદેશમાં હવામાન થોડું અલગ રહેશે. શીત લહેર સાથે મોડી રાત્રે અને સવારે ગાઢ ધુમ્મસની શક્યતા છે.
ભારે ઠંડી અને ધુમ્મસના કારણે દિલ્હી એરપોર્ટ પર ગાઢ ધુમ્મસની સ્થિતિ અને ઓછી વિઝિબિલિટીના કારણે તમામ ફ્લાઈટ્સને અસર થઈ છે. તમામ નિર્ધિરિત ફ્લાઇટ અડધો કલાકથી અઢી કલાક મોડી પડી છે. જોકે ધુમ્મસને કારણે હજુ સુધી લેન્ડિંગમાં કોઈ ડાયવર્ઝન નથી, પરંતુ તમામ એરલાઈન્સે તેમના મુસાફરોને ઘર છોડતા પહેલા તેમની ફ્લાઈટની વર્તમાન સ્થિતિ તપાસવાની સલાહ આપી છે.
દેશમાં ચાલી રહેલી તીવ્ર ઠંડીની અસર રેલવે પર પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ધુમ્મસના કારણે 49 જેટલી ટ્રેનો મોડી ચાલી રહી છે. આ ટ્રેનો અડધો કલાકથી 5 કલાક મોડી ચાલી રહી છે. આમાંથી કેટલીક ટ્રેનોના નામ નીચે મુજબ છે. ગયાથી દિલ્હી જતી 12397 મહાબોધિ એક્સપ્રેસ 5 કલાક 10 મિનિટ મોડી ચાલી રહી છે. કાનપુરથી દિલ્હી જતી 12451 શ્રમ શક્તિ એક્સપ્રેસ તેના નિર્ધિરિત સમય કરતા 3 કલાક 30 મિનિટ મોડી ચાલી રહી છે. આ સિવાય ઘણી એવી ટ્રેનો છે જે થોડા કલાકો અને મિનિટો મોડી ચાલી રહી છે. આમાં, 12263/પુણે-હઝરત નિઝામુદ્દીન એસી દુરંતો એક્સપ્રેસ (29 મિનિટ), 12301/હાવડા-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ (વાયા ગયા) 35 મિનિટ મોડી ચાલી રહી છે. તેથી, બધા મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ કોઈપણ અસુવિધાને ટાળવા માટે સ્ટેશન માટે ઘરેથી નીકળતા પહેલા ટ્રેનનો સમય તપાસે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech