સાપ આપણો શત્રુ નહીં પરંતુ મિત્ર...

  • June 12, 2021 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મંદિર માં સાપ જોતાંની સાથે લોકો દૂધ પીવડાવે છે, અને એ જ સાપને ઘરની આસપાસ જોતા દુશ્મન ગણી મારવાનો પ્રયત્ન કરે છે.

તેનું કારણ છે સાપ વિશેની ઓછી જાણકારી કે ખોટી જાણકારી....

તો આવો આજ સાપ ની દુનિયામાં ડોકિયું કરી તેની સામાન્ય જાણકારી મેળવીએ.

ગુજરાતમાં મુખ્યત્વે 61 પ્રકારના સાપોની પ્રજાતિ જોવા મળે છે, એના કરતાં પણ નવાઈ પમાડે તેવી વાત એ છે કે આ 61 પ્રકારના સાપો માંથી માત્રને માત્ર 4 સાપો જ ઝેરી છે(કોબ્રા, ક્રેઈટ, રસલ્સ વાઈપર, અને સો-સ્કેલ્ડ વાઈપર જે ઉપરોક્ત ફોટોમાં જોઈ શકાય છે), બાકીના બધા સાપ બિનઝેરી કે બિન ઘાતક છે કારણ કે 57 પ્રકારના સાપોમાં માણસોને હાની પહોંચાડી શકે તેવું કોઈ પ્રકારનું ઝેર હોતું નથી, આ બિનઝેરી સાપો માં રેટ સ્નેક, વુલ્ફ સ્નેક, ત્રિનકેટ સ્નેક, બોઆ સ્નેક, કેટ સ્નેક, ટ્રી સ્નેક, વોટર સ્નેક વગેરે પ્રજાતિનો સમાવેશ થાય છે.

સામાન્ય રીતે ઝેરી સપનું ઝેર માણસ માટે ઘાતક છે, પરંતુ સાપ અને માણસો વચ્ચેના સંઘર્ષમાં સાપ હંમેશા ભાગી જવા પ્રયત્નશીલ હોય છે, પરંતુ જ્યારે એમ ના થઇ શકે ત્યારે અને માત્ર ત્યારે જ સ્વા-બચાવ માટે કરડે છે, અને કેટલાયે બનાવોમાં ઝેરી સાપ કારડીને પણ ઝેર મુકતો નથી એટલેકે બ્લેન્ક બાઈટ કરે છે

એનો મતલબ કે સાપ ને માણસો સાથે સંઘર્ષ માં કોઈ જાતનો રસ નથી.

છતાં પણ એક સર્વે અનુસાર દર વર્ષે ભારતમાં 1 25 000 સર્પદંશના બનાવ બને છે અને તેમાના 50 000 જેટલા લોકો પોતાનો જીવ ગુમાવે છે આવું કેમ?

એના માટે જવાબદાર છે અંધશ્રદ્ધા, સારવાર નો અભાવ, સાપ પ્રત્યેનો વધુ ડર, ઘરગથ્થુ ઉપચાર, જાગૃતિનો અભાવ વગેરે ને કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે.

આજના આધુનિક સમાજમાં રહેતો માણસ પણ સાપો વિશેની માહિતીના અભાવે અંધશ્રદ્ધામાંથી બહાર નથી આવ્યો, આજનો ભણેલો-ગણેલો માણસ પણ સાપ દૂધ પીવે છે, સાપ બદલો લે છે, સાપ ના માથા પર મણિ હોય છે, સાપ ને મૂછો હોય છે,સાપ કરડે તો (ધર્મનો પછેડો ઓઢીને બેઠેલા અમુક) ધર્મગુરુઓ સપનું ઝેર ઉતારી શકે છે જેવી ગેરમાન્યતાઓમાં માને છે જે બિલકુલ વાહિયાત વાતો છે , જ્યારે

ઝેરી સાપ ના ઝેરથી બચવાનો જો કોઈ ઉપાય હોય તો એ માત્ર ને માત્ર એન્ટીવેનમ(વિષ પ્રતિરોધક રસી) છે.

સાપ કરડતા ની સાથે જ ડર્યા વગર હિંમત ભેર તુરંત આજુબાજુ ના સી.એચ.સિ., પી.એચ.સી.સેન્ટરો 108, કે કોઈ હોસ્પિટલ કે દવાખાને પહોંચી જઈ અને તબીબી સારવાર મેળવે તો 100% બચવાના ચાન્સીસ રહે  છે.

સાપ વિશે પૂરતી માહિતી કે સાપ વિશે ખોટી માહિતી ને કારણે લોકો તેને પોતાનો દુશ્મન માને છે પણ સાપ પેસ્ટ કંટ્રોલ નું કામ કરી ખેડૂમિત્ર છે, પર્યાવરણનો ભાગ છે,આપણી પોષણ કળી નો ભાગ છે, સાપ વિષ પ્રતિરોધક રસી પણ સાપ ના ઝેર માંથી બને છે, મૃત સાપનું ચામડુ પણ ઉપયોગી છે વળી ઘણા દેશોમાં સાપ પાલતુ પ્રાણી તરીકે પાળવામાં પણ આવે છે આમ સાપ પ્રત્યક્ષ અને પરોક્ષ ઘણો જ ઉપયોગી છે, માટે સાપને ક્યારેય દુશ્મન ગણી અને મારવો નહીં અને વધુમાં હવે દરેક ગામ / શહેરોમાં રેસ્ક્યુ ટીમ અને વન વિભાગ સાપ બચાવ કાર્ય કરે છે તો ઘરમાં આવી ચડેલા સાપ ને પણ મારવાની જરૂર નથી રહેતી,માત્ર સાપ બચાવ કર્મીનો સંપર્ક કરી સાપ ને રેસ્ક્યુ કરાવીને બંધારણના અનુચ્છેદ 51ક મુજબ સાપ નો જીવ બચાવી અને અબોલ જીવ પ્રત્યે અનુકંપા દાખવીએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)