તહેવારોમાં બધં મકાનને નિશાન બનાવી રોકડ રકમ અને દાગીના ઉઠાવી જવાનો સીલસીલો યથવાત રહ્યો હોય તેમ શહેરના રૈયાધાર વિસ્તારમાં શ્રમિક પરિવાર ફરવા માટે કચ્છ જતા તેમના બધં મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડ અને દાગીના સહિત .૩૧,૨૦૦ ની મત્તા ચોરી કરી ગયા હતાં.જે અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રૈયાધાર વિસ્તારમાં રાણીમાં ડીમાં ચોક પાસે ૧૨ માળીયા આવાસમાં ચોથા માળે બ્લોક નંબર ૪૦૧ મા રહેતા બાબુભાઈ ગોવિંદભાઈ બથવાર(ઉ.વ ૩૩) નામના યુવાને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગત તારીખ ૩૧૧ ના રાત્રિના ૧૦:૩૦ વાગ્યે તહેવારની રજા હોય જેથી તેઓ પત્ની અને પુત્ર સાથે રાજકોટ તાલુકાના શાયપર ગામે રહેતા સાસુ ઘરે આવ્યા હોય અને તેમની સાથે કચ્છ ફરવા જવાનું હોય જેથી તેઓ મકાન બધં કરી કચ્છના કબરાવ જવા માટે નીકળ્યા હતા. બાદમાં તારીખ ૫૧૧ ના રાત્રીના અઢી વાગ્યા આસપાસ ઘરે પરત આવતા તાળું ખોલી મમાં સૂઈ ગયા હતા. ત્યારબાદ બીજા દિવસે બપોરે ૧૧:૦૦ વાગ્યે ફરિયાદીના પત્ની અને સાસુને શાયપર જવાનું હોય જેથી ફરિયાદી રિક્ષાની ચાવી યાં રાખતા હોય ત્યાં જોવા જતા ચાવી મળી ન હતી. તેમજ અન્ય ચાવી પણ મળી ન હતી જેથી શંકા જતા ઘરમાં તપાસ કરતા કબાટમાં રાખેલ રોકડ પિયા ૫૦૦૦ તેમજ તિજોરીમાં રાખેલા ચાંદીના દાગીના પણ જોવા મળ્યા ન હતા જેથી ઘરમાં ચોરી થઈ હોવાનું સ્પષ્ટ્ર થયું હતું.
બધં મકાનની નિશાન બનાવી તસ્કરો અહીં બારીની ગ્રીલ તોડી ઘરમાંથી .૫,૦૦૦ રોકડ તથા ચાંદીના દાગીના સહિત કુલ પિયા ૩૧,૨૦૦ ની મત્તા ચોરી કરી ગયા હોવાનું માલુમ પડું હતું. જેથી તેમણે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ચોરીના અન્ય બનાવવામાં ગાંધીગ્રામ વિસ્તારમાં ગૌતમનગર મેઇન રોડ પર રહેતા જીતેશ કેતનભાઇ પાટડીયા(ઉ.વ ૩૨) નામના સોની યુવાને નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ ૩૧૧૦ ના સાંજના છેક વાગ્યા આસપાસ પેલેસ રોડ પર આવેલી વિતરાજ વેલર્સની બાજુમાં તેણે પોતાનું એકસેસ રાખી તે અહીં દુકાને દસેક મિનિટ રહ્યા બાદ કામ પતાવી બહાર નીકળતા એકસેસ જોવા મળ્યું ન હતું. જેથી આજુબાજુ તપાસ કરી હતી પરંતુ વાહન કયાંય નજરે પડું ન હતું યુવાને એકસેસની ડેકીમાં . ૧૫,૦૦૦ રોકડ તથા પિયા ૨૦,૦૦૦ નો મોબાઈલ ફોન અને બેંકની ચેકબુક રાખી હોય આમ કોઈ શખસ યુવાનનું પિયા વાહન રોકડ . ૧૫,૦૦૦ મોબાઈલ સહિત ૮૫,૦૦૦ ની મત્તા સાથેનું વાહન ચોરી કરી ગયા અંગે તેણે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડની મુરલીધર કોટેક્સ કપાસ મીલમાં આગ ભભૂકી
April 03, 2025 01:29 PMજામનગરમાં ગુગ્ગળી જ્ઞાતિ અને હિન્દુ સંસ્થાઓ દ્વારા રેલી: આવેદન
April 03, 2025 01:15 PMજામનગર : જીજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
April 03, 2025 01:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech