સતીયા ગામમાં પાન કરિયાણાની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા

  • September 16, 2021 11:36 AM 

ફાકી,તમાકુની પડીકીનો જથ્થો, તેલના લીટરયા, ચા -ખાંડ અને રોકડની ઉઠાંતરી: પોલીસ દ્વારા કરાતી તપાસ

કાલાવડ તાલુકાના સતીયા ગામ મેઇન રોડ પર આવેલી તથા કરિયાણા ભંડાર નામની દુકાનમાં ત્રાટકેલા તસ્કરો ચા ખાંડ, તેલના લિટરરિયા,કેન સીસા,માવા તમાકુની પડીકી, રોકડ સહિતનો 26 હજારનો મુદ્દામાલ ચોરી કરી ગયા છે.

કાલાવડ તાલુકાના સતીયા ગામ બસ સ્ટેન્ડ પાસે રહેતા પાલાભાઈ વજુભાઈ શબાડ દ્વારા ગઈકાલે ગ્રામ્ય પોલીસમાં અજાણ્યા ચોર ઈસમો સામે ફરિયાદ કરવામાં આવી છે.

ગત તારીખ 12 ના રાત્રીના કોઈ પણ સમયે ફરિયાદીની ગામના મેન રોડ પર આવેલી પૂજા પાન એન્ડ કોલ્ડ્રિંક્સ તથા કરીયાણા ગામની દુકાને ત્રાટકેલા તસ્કરો કોઈ હથિયાર વડે દુકાનનું સીમેન્ટનું પતરું તોડીને અંદરથી ચા ની ભૂકી ના 10 પેકેટ તથા ૨૦ કિલો ખાંડ, 300 નંગ ફાકી માવાના પાર્સલ, બાગબાન તમાકુ ની 700 પડીકી, તેલના પાંચ લીટરિયા 4 કેન,તેલનું 1 લિટરયા સીસા નંગ છ, વિમલ પાન મસાલાના નવ પેકેટ તેમજ બાકસ નો એક બાંધો અને દુકાનના ખાનામાં અલગ અલગ ખાનામાં રાખેલા હિસાબના તથા માતાજીના ફાળાના રૂપિયા મળી 11000 તેમજ એક દુકાનમાં રાખેલા વેપારનો અલગ-અલગ સામાન કિંમત રૂપિયા 15530 અને રોકડ મળીને કુલ 26530ના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા.

નેપાલી પાલાભાઈ ની ફરિયાદના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી ગઈ છે પોલીસ દ્વારા રોડ પરના સીસીટીવી ફૂટેજ ચેક કરવા સહિતની કાર્યવાહી લંબાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS