મીઠાપુરમાં પાર્કિંગમાંથી રાત્રિના સમયે ટ્રક હંકારી જતા તસ્કરો

  • April 17, 2021 08:01 PM 

મીઠાપુરના ગોડાઉન એરિયામાં આવેલા ટાટા કંપનીના ટ્રક પાર્કિંગના ખુલ્લા વાળામાં આરંભડાના રહીશ રાહુલ સત્યવીર શર્મા નામના 30 વર્ષીય ટ્રાન્સપોર્ટના ધંધાર્થી એવા યુવાને પોતાનો જી.જે. 10 ઝેડ 7734 નંબરનો ટ્રક પાર્કિંગ કરીને રાખ્યો હતો.

રૂપિયા નવ લાખની કિંમતનો ઉપરોક્ત ટ્રક ગત તારીખ 14મીના રોજ રાત્રીના સમયે ત્રણ કલાકના સમયગાળામાં કોઇ તસ્કરો ચોરી કરીને લઇ જતા આ બનાવ અંગે રાહુલભાઈ શર્માની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે ગુનો નોંધી, ધોરણસર તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS