રાજકોટ મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચએ અંતે બુલડોઝરને સેલ્ફ લગાવ્યો છે અને ગેરકાયદે બાંધકામો અને દબાણો દૂર કરવાનું શ કયુ છે જેમાં આજે વોર્ડ નં.૨ અને ૩માં સિનર્જી હોસ્પિટલ રોડ તેમજ માધાપર વિસ્તારમાં ટીપી પ્લોટ અને ટીપી રોડ ઉપરથી પાંચ જેટલા ગેરકાયદે બંધકામોનું ડિમોલિશન કરાયું હતું.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે ડેપ્યુટી કમિશનર એચ.આર.પટેલની સૂચના અનુસાર તથા એડીશનલ સીટી એન્જીનીયર એ.એ.રાવલના માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોન ટાઉન પ્લાનીંગ શાખા દ્રારા આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.૨ તથા ૩મા અન–અધિકૃત બાંધકામ દુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં વોર્ડ નં.૨માં ટી.પી.સ્કીમ નં.૯માં સીનર્જી હોસ્પીટલની પાસે, ટી.પી.રિઝર્વેશન પ્લોટ અંતિમ ખડં નં.પીઆર–૨ (પાકગ હેતુ) તથા સી–૯(સેલ ફોર કોમર્શીયલ)માં આવેલ અન–અધિકૃત બે કાચા ઝુંપડાના દબાણ દુર કરવામાં આવ્યા હતા, અહીં અંદાજે ૪૦ લાખની કિંમતની ૫૦ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઇ હતી. યારે વોર્ડ નં.૩માં ટી.પી.સ્કીમ નં.૩૮૧ (માધાપર)માં ધ સ્પેસ બિલ્ડીંગની પાછળ, ૧૮ મીટર ટી.પી.રોડ ઉપર અંતિમ ખડં નં.૧૨૫૩ને લાગુ ૧૮ મીટર ટી.પી.રોડ પર આવેલ બે વાણિય હેતુનાં અને ઔધોગિક હેતુના તથા કમ્પાઉન્ડ વોલનું દબાણ દુર કરવામાં આવ્યું હતું. ઉપરોકત કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ તેમજ દબાણહટાવ શાખા, બાંધકામ શાખા સ્ટાફ તથા રોશની શાખાનો સ્ટાફ સ્થળ ઉપર હાજર રહ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech