હરિયાણામાં આમ આદમી પાર્ટીની છઠ્ઠી યાદી જાહેર, જાણો 19 ઉમેદવારને કઈ જગ્યાએથી મળી ટિકિટ

  • September 12, 2024 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હરિયાણામાં આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની છઠ્ઠી યાદી પણ બહાર પાડી દીધી છે. પાર્ટીએ ગઈકાલ રાત્રે છઠ્ઠી યાદી જાહેર કરી છે. જેમાં 19 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 89 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ખરેખર, હરિયાણામાં આજે નોમિનેશનનો છેલ્લો દિવસ છે. ત્યારે તમામ પક્ષો ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં વ્યસ્ત છે. આમ આદમી પાર્ટીએ મંગળવારે ચોથી અને પાંચમી યાદી પણ બહાર પાડી હતી. જયારે છઠ્ઠી યાદી પણ ગઈકાલ રાત્રે બહાર પાડવામાં આવી હતી. જેમાં ચોથી યાદીમાં 21 ઉમેદવારોના નામ હતા પાંચમી યાદીમાં 9 અને છઠ્ઠી યાદીમાં 19 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.


AAPના 19 ઉમેદવારોની યાદી

આમ આદમી પાર્ટીએ કાલકાથી ઓપી ગુર્જર, પંચકુલાથી પ્રેમ ગર્ગ, અંબાલા સિટીથી કેતન શર્મા, મુલાનાથી ગુરતેજ સિંહ, શાહબાદથી આશા પઠાનિયા, પેહોવાથી ગહેલ સિંહ સંધુ, ગુહલાથી રાકેશ ખાનપુર, પાણીપત સિટીથી રિતુ અરોરા,. જીંદથી વજીર સિંહને ચૂંટણીનાં મેદાનમાં ઉતાર્યા છે.


AAPએ નરવાનાથી અનિલ રંગાને અને તોશામથી દલજીત સિંહને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે પટૌડીથી પ્રદીપ જુતાલી, પલવલથી ધર્મેન્દ્ર હિન્દુસ્તાની, હોડલથી એમએલ ગૌતમ, ફિરોઝપુર ઝિરકાથી વસીમ ઝફરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. હરિયાણામાં 5મી ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને 8મી ઓક્ટોબરે મતગણતરી થશે. પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકી નથી અને હરિયાણાની લડાઈ એકલા હાથે લડશે.




જુલાનામાં રેલકર VS રેસલર મેચ

જો જુલાનાની વાત કરીએ તો કોંગ્રેસે આ સીટ પરથી વિનેશ ફોગટને મેદાનમાં ઉતાર્યા છે. જો ગઠબંધનમાં ચૂંટણી થઈ હોત તો કદાચ વિનેશ કોંગ્રેસ-એપ ગઠબંધનનો ચહેરો હોત, પરંતુ હવે સ્થિતિ અલગ છે. આવી સ્થિતિમાં AAPએ કવિતા દલાલને વિનેશ ફોગટ સામે લડવા માટે મેદાનમાં ઉતાર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application