દ્વારકા જિલ્લામાં રવિવારે ત્રણ સ્થળોએ દરોડાના સોળ શખ્સો ઝડપાયા

  • September 06, 2021 11:19 AM 

ભાણવડના રણજીતપરા વિસ્તારમાં સ્થિત ગોકુલધામ સોસાયટી ખાતે સ્થાનિક પોલીસે મોડી રાત્રિના સમયે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા દિપક નારણભાઈ પિપરોતર, નાસીર જુમાભાઈ સમા, પ્રભુદાસ રામદાસ ગોંડલીયા, નિલેશ ગોવાભાઈ સોલંકી, હિતેશ લખમણભાઈ પિપરોતર અને પંકજ હાજાભાઈ પિપરોતર નામના છ શખ્સોને ઝડપી લઈ, રૂ. 17,640 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ ઉપરાંત મીઠાપુર તાબેના આરંભડા સીમ વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે ગત સાંજે જાહેરમાં ગંજીપત્તા વડે રોનપોલીસ નામનો જુગાર રમી રહેલા રમેશ મોહન હાથિયા, ભાવેશ રામાભાઈ સાગઠીયા ઉકા હરદાસ ચાનપા, વિજય મેપાભાઇ સાગઠીયા, નાથા હરદાસ ચાનપા, દેવા હરદાસ ચાનપાઅને જગદીશ રાણા હાથિયા, નામના સાત શખ્સોને ઝડપી લઈ, કુલ રૂ. 8,420 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જ્યારે દ્વારકા તાબેના ધીણકી ગામની ગામના વાડી વિસ્તારમાંથી પોલીસે જુગાર રમી રહેલા આલા સદા નાયાણી, રજાક ઓસમાણ વયાણી, અને વશરામ મેપા માતકા નામના ત્રણ શખ્સોને ઝડપી લઈ, કુલ રૂપિયા 6,620 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ભાણવડમાંથી ગડુનો પીધેલો કાર ચાલક ઝડપાયો

જ્યારે ભાણવડથી આશરે 14 કિલોમીટર દૂર પાછતરડી ગામના બસ સ્ટેશન પાસેથી સ્થાનિક પોલીસે ગત રાત્રે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા બે લાખની કિંમતની જી.જે. 32 બી.ઓ. 0695 નંબરની મોટરકાર લઇને નીકળેલા જૂનાગઢ જિલ્લાના ગડુ ગામે રહેતા સૂચિત કિશોરભાઈ વડુકર નામના 25 વર્ષના પ્રજાપતિ યુવાનને ઝડપી લઇ, તેની સામે એમ.વી. એક્ટની કલમ 185 મુજબ ગુનો નોંધ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS